ગાંધીનગર: ગુજરાતમાં નોકરી-ધંધો કરનાર યૂપી-બિહારના લોકો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. યૂપી-બિહારના લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે રાજ્યની કાનૂન-વ્યવસ્થાની કમાન જેમના હાથમાં છે, તેમા6થી ટોપના આઇએએસ-આઇપીએસ અધિકારીઓમાં 40% યૂપી-બિહારના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીજીપી પોલીસ કમિશ્નર સહિત આઇપીએસના મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિત અનેક આઇપીએસ અધિકારી યૂપી-બિહારના હોવા છતાં તેમના પ્રાંતના લોકો પર હુમલા થઇ રહ્યા છે. આ પ્રકારે જોવા જઇએ તો તો કુલ 167 આઇપીએસમાંથી 14 યૂપી અને 18 બિહારના છે. 


ગુજરાતની કાયદો અને વ્યવ્યસ્થાની કમાન યૂપી-બિહારના અધિકારીઓના હાથમાં છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા બિહારના છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંહ બિહારના છે. ગૃહ સચિવ એકે તિવારી યૂપીના છે. રાજ્યની કાયદો-વ્યવસ્થા સંભાળનાર 20 ટકા આઇએએસ, 20 ટકા આઇપીએસ કુલ મળીને 40 ટકા આઇએએસ-આઇપીએસ યૂપી-બિહારના છે. આઇએએસની વાત કરીએ તો, સરકારી આંકડા અનુસાર હિંદી ડેપ્યૂટેશન સહિત 243 આઇએએસ-આઇપીએસ યૂપી-બિહારના છે.


તેમાં 6 પ્રિંસિપલ સેક્રેટરીનો પણ સમાવેશ થાય છે. ચાર એડિશનલ ચીફ સેક્રેટરી, ત્રણ સેક્રેટરી અને ત્રણ સેક્રેટરી સામેલ છે. બાકીના આઇએએસ ક્લેક્ટર, ડાયરેક્ટર, સીઇઓ સહિત વિભિન્ન પદો પર છે. આઇપીએસની વાત કરીએ તો કુલ 167 આઇપીએસમાંથી 14 યૂપી અને 18 બિહારના છે. આઇપીએસ અધિકારીઓમાં પોલીસ કમિશ્નર ડીએસપી સહિત વિભિન્ન મહત્વપૂર્ણ પદો પર જવાબદારી ભજવી રહ્યા છે. ત્યારબાદ તેમના વિસ્તારના લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. તેમનું જીવવું મુશ્કેલ બની ગયું છે. 


ગુજરાતમાં  IAS-IPS 


IAS    યુપી   બિહાર
243    26    22


IPS    યુપી   બિહાર
167    14     18