40 પાકિસ્તાની શરણાર્થીઓને મળી નાગરિકતા, ખુશીના આંસુ સાથે એક બાળકી હર્ષ સંઘવીને ભેટી પડી
અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે આજે 40 જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સપના શર્મા, અમદાવાદઃ અમદાવાદમાં આજે 40 જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
40 લોકોને મળી ભારતની નાગરિકતા
પાકિસ્તાનથી આવી અને અમદાવાદમાં રહેતા શરણાર્થી પરિવારોને આજે કલેક્ટર કચેરી ખાતે નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. ભારતની નાગરિકતાનું સર્ટિફિકેટ મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, સુરતની આ હોસ્પિટલ એક વર્ષ સુધી આપશે સારવાર ફ્રી
શું બોલ્યા ગૃહ રાજ્યમંત્રી
40 જેટલા લોકોને ભારતની નાગરિકતા આપ્યા બાદ હર્ષ સંઘવીએ કહ્યુ કે, દેશને નવી ઉંચાઈ પર લઈ જવાના સપના જોવાયા છે. જેને નાગરિકતા મળી તે વર્ષોથી અમદાવાદમાં રહી રહ્યાં હતા. આજે 40 લોકોને નાગરિકતા મળી છે. આ તમામ નાગરિકોને મેં અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં વધુ લોકોને નાગરિકતા મળે તે માટે આદેશ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube