અતૃલ તિવારી, અમદાવાદ: 'રાઈટ ટુ એજ્યુકેશન' હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોના પ્રવેશ માટે વાલીઓમાં મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 20,000 અને અમદાવાદ ગ્રામ્યમાં પણ 20,000 કરતા વધુ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ભરાયેલા આશરે 40,000 ફોર્મમાંથી 30,000થી વધુ ફોર્મ DEO - DPEOના માધ્યમથી એપ્રુવ પણ કરી દેવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: તુવેર કૌભાંડ આચરનાર એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં: જયેશ રાદડિયા


RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે આખરી દિવસ છે. ત્યારે ફોર્મની કોપી અને જરૂરી ડોક્યુમેન્ટ નિયત રીસીવિંગ સેન્ટર ખાતે જમા કરાવવા પણ જરૂરી છે. તેની સમય મર્યાદા 26 એપ્રિલથી વધારીને 29 એપ્રિલ કરી દેવાઈ છે. સાથે જ 1 મે સુધીમાં તમામ ઓનલાઈન જમા કરાવાયેલા ફોર્મની DEO - DPEOના માધ્યમથી ચકાસણી કરીને એપ્રુવ કરવાના રહેશે. ત્યારબાદ 6 એપ્રિલના રોજ બાળકોને સ્કુલ પ્રવેશ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે અને જે તે શાળા ખાતે વાલીઓએ 13 મે સુધીમાં તમામ દસ્તાવેજ સાથે હાજર થઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.


વધુમાં વાંચો: વડોદરામાં મોડલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યા પાછળનું રહસ્ય અકબંધ


RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે હાલ મળી રહેલા આંકડા મુજબ આશરે 1,80,000 જેટલા ઓનલાઈન ફોર્મ અત્યાર સુધી ભરવામાં આવ્યા છે. સાથે જ સરકાર દ્વારા 1,17,000 ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ ફાળવવામાં આવશે. જેનો સીધો જ અર્થ બતાવે છે કે આશરે 50,000 જેટલા ગરીબ બાળકો પ્રવેશથી વંચિત રહે તો નવાઈ નહીં.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...