ફાની વાવાઝોડાના કારણે જામનગરના 400 પ્રવાસીઓ પુરી નજીક અટવાયા
ભીષણ `ફાની` વાવાઝોડાએ ઓડિશામાં ઉત્પાત મચાવ્યો છે. જેને કારણે હજારો મુસાફરો પુરીમાં અટવાયા છે. ત્યારે ગુજરાતના 400 પ્રવાસીઓ `ફાની`ને કારણે પુરી નજીક અટવાયા છે. તો આ ટુરમાં ગયેલી 7 બસમાં લગભગ 700 જેટલા મુસાફરો છે.
મુસ્તાક દલ, જામનગર: ભીષણ 'ફાની' વાવાઝોડાએ ઓડિશામાં ઉત્પાત મચાવ્યો છે. જેને કારણે હજારો મુસાફરો પુરીમાં અટવાયા છે. ત્યારે ગુજરાતના 400 પ્રવાસીઓ 'ફાની'ને કારણે પુરી નજીક અટવાયા છે. તો આ ટુરમાં ગયેલી 7 બસમાં લગભગ 700 જેટલા મુસાફરો છે. જેને લઇ પરિવાર જનો ચિંતામાં મુકાયા છે.
વધુમાં વાંચો: ભ્રષ્ટાચાર ડામવા ACBના સફળ પ્રયત્નો, જાણો છેલ્લા 5 વર્ષનો સમગ્ર અહેવાલ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ભીષણ 'ફાની' વાવાઝોડાની અસરથી ગુજરાતમાં અચનાક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. તો બીજી બાજુ ગુજરાતમાંથી ટૂરમાં ગયેલા જામનગરના 400 પ્રવાસીઓ 'ફાની' વાવાઝોડાને કારણે પુરી નજીક અટવાયા છે. આ ટૂરમાં ગયેલી 7 બસમાં લગભગ 700 જેટલા મુસાફરો છે. ત્યારે સ્થિતિને કારણે તમામ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા મુસાફરોની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. તો બીજી બાજુ ટુર ઓપરેટરે પણ સ્થિતિને જોતા હાથ ઉંચા કર્યા હતા. જેને કારણે 700 પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુસાફરો પુરીમાં ફસાયા હોવાને લઈ જામનગરમાં પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે.
વધુમાં વાંચો: અમદાવાદ: શાહીબાગમાં પોલીસ પત્નીએ કર્યો આપઘાત, દહેજની કરી હતી માગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાની ચક્રવાતની અસરથી પવનની દિશા દક્ષિણ-પશ્ચિમી થતાં વાતાવરણમાં ભેજ ખેંચાવાની સાથે ગરમીને કારણે રાજ્યનાં અમરેલી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થયું હતું. રાજ્યમાં 42.6 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ગરમીથી રાહત મળે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.
જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...