સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારશે કાંટાળી વનસ્પતિની 400 પ્રજાતિ, બનશે કેક્ટ્સ ગાર્ડન
ગુજરાતીમાં જેને થૉર અને અંગ્રેજીમાં કેક્ટ્સ કહેવાય છે એ એક સૂકી વનસ્પતિ છે અને ખાસ કરીને સૂકા પ્રદેશમાં થાય છે લીલા કલરની આ વનસ્પતિ ખુલ્લામાં આપોઆપ પણ ઉગી નીકળે અને વન વગડામાં તેનો ઉપયોગ એક પ્રોટેકશન વૉલ એટલે કે, સંરક્ષક દીવાલ તરીકે પણ કરાય પરંતુ આ સૃષ્ટિમાં આ કેક્ટ્સની 2000 જેટલી પ્રજાતિ છે અને તેમાંથી 400 જેટલી વિવિધ પ્રજાતિ હવે નર્મદા જિલ્લામાં પણ જોવા મળશે.
જયેશ દોશી/નર્મદા: ગુજરાતીમાં જેને થૉર અને અંગ્રેજીમાં કેક્ટ્સ કહેવાય છે એ એક સૂકી વનસ્પતિ છે અને ખાસ કરીને સૂકા પ્રદેશમાં થાય છે લીલા કલરની આ વનસ્પતિ ખુલ્લામાં આપોઆપ પણ ઉગી નીકળે અને વન વગડામાં તેનો ઉપયોગ એક પ્રોટેકશન વૉલ એટલે કે, સંરક્ષક દીવાલ તરીકે પણ કરાય પરંતુ આ સૃષ્ટિમાં આ કેક્ટ્સની 2000 જેટલી પ્રજાતિ છે અને તેમાંથી 400 જેટલી વિવિધ પ્રજાતિ હવે નર્મદા જિલ્લામાં પણ જોવા મળશે.
સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો આકર્ષણ નું કેન્દ્ર રહ્યો છે. ત્યારે પ્રવાસન તરીકે આ જિલ્લાનો વધુ વિકાસ થાય તે માટે તંત્ર એ કમર કસી છે ગત 31 ઓક્ટોબર 18એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેટ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા 15 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. ત્યારે આ પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટીના સ્થળે વધુમાં વધુ સમય પસાર કરે તેવી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ની ઈચ્છા છે અને તેને કારણેજ તંત્ર દ્વારા નિતનવા પ્રોજેક્ટ મૂકી પ્રવાસીઓને આકર્ષવાની કોશિશ હાથ ધરાઈ છે.
સુરતમાં શરૂ થશે ફેમિલી ફાર્મર અભિયાન, ઘરમાં જ થશે શાકભાજીની ખેતી
હવે વન વિભાગ દ્વારા ખુબજ કિંમતી વનસ્પતિ ગણાતા થોર એટલે કે, કેક્ટ્સની વિવિધ 400 જાતને અહીં પ્રદર્શિત કરતું કેક્ટ્સ ગાર્ડન બનાવાયું છે. જેમાં એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં દેશ વિદેશના રંગબેરંગી 400 જાતના કેક્ટ્સ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને સૂકા વાતાવરણ માં થતા અને ઓછા પાણી ની જેને જરૂર પડે છે. તેવા આ કેક્ટ્સના વાતાવરણને સાચવવા અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે.
અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત
આ તમામ કેક્ટ્સ રેતીમાં વાવમાં આવ્યા છે. અને તેને જરૂરી ઠંડક પણ મળે તે માટે ખાસ એર કુલર પણ મુકવામાં આવ્યા છે. આગામી ઑગસ્ટ મહિનામાં આ કેક્ટ્સ ગાર્ડન આમ જનતા માટે ખુલ્લો મુકાશે જેને માટે ખાસ ગીર ફાઉન્ડેશનના કર્મચારીઓ હાલ તો આ કેક્ટ્સ ગાર્ડનની દેખરેખ રાખી રહ્યા છે.
ટૂંક સમયમાં અહીં બોટિંગ અને એડવેન્ચર પાર્ક પણ બનવાના છે અને એક પ્રાણીસંગ્રહાલય પણ બનવાનું છે. ત્યારે વિશ્વના ટોચના પ્રવાસનધામ તરીકે નર્મદ જિલ્લાનું નામ રોશન થશેએ વાત ચોક્કસ છે. અને તેથીજ અહીંનું તંત્ર હાલ તો જિલ્લાના વિકાસના કામે લાગેલું છે.