તેજશ મોદી/સુરત :કોરોના વાઈરસ (Corona Virus) નો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે, ભારતમાં અત્યાર સુધીમાં 165 લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, તો ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીઓ સતત દેશમાં પરત ફરી રહ્યાં છે. ત્યારે વિદેશથી આવતા યાત્રીઓને કારણે ભારતીયોની સ્થિતિ ન બગડે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી આવતા તમામ મુસાફરોની વ્યવસ્થિત સ્ક્રીનીંગ કરવાના આદેશ આપ્યા હતાં. સાથે જ યુએઈ, ઈરાન, ઇટલી સહિતના દેશોમાંથી આવતા મુસાફરોને 14 દિવસ માટે કોરોન્ટાઇન વોર્ડમાં ખસેડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે 18 માર્ચે શારજાહથી સુરત (surat) આવેલી ફ્લાઈટનાં ૪૮ જેટલા મુસાફરોનું બે વખત સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જોકે ભારે ઊહાપો ન થાય તે માટે તમામ દર્દીઓ પૈકી બાળકો અને યુવાનો મળી 45 લોકોને હોમ કોરોન્ટાઇન એટલે પોતાના ઘરે જ 14 દિવસ સુધી રહેવાની તાકીદ કરવામાં આવી હતી. 


શેરબજાર પર કોરોનાનો અજગરી ભરડો, સેન્સેક્સમાં મોટો કડાકો, નિફ્ટીમાં પણ ગાબડું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશથી ફરેલા ત્રણ વૃદ્ધોને યુનિવર્સિટી ખાતે બનાવેલા ખાસ કોરોન્ટાઇન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. મહાનગર પાલિકા દ્વારા આ સદસ્યો જે ઘરે ગયા છે તે સભ્યો પણ કોરોન્ટાઇન વોર્ડમાં દાખલ છે. તેમનું 14 દિવસ સુધી સ્ક્રિનિંગ કરશે. જો તેમાંથી એકમાં પણ કોરોનાના લક્ષણો દેખાશે તો તેમને તરત જ અઈસોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવશે તેવું મેડિકલ ઓફિરસ પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું. 


#CoronaVirus: બોલિવુડ કરતા પણ વધુ નુકસાન ટીવી ઈન્ડસ્ટ્રીઝને થઈ રહ્યું છે 


સુરતના ઉધના-મગદલ્લા રોડ ઉપર આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઈન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ લોકોને ફરજીયાત 14 દિવસ સુધી સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા કોરેન્ટાઈન વોર્ડમાં રાખવાની ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી સુરતમાં પણ દર અઠવાડિયે આવતી ચાર ફોરેન ફ્લાઈટમાંથી આવતા મુસાફરોને 14 દિવસ સુધી નિરીક્ષણમાં રાખવા માટે આ કોરેન્ટાઈન વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલ 500 બેડ છે અને 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ટૂંક સમયમાં આ સંખ્યા વધારી 1000 બેડની સુવિધા પૂરી પાડવામાં આવશે. અહીં ચોવીસ કલાક મેડિકલ અને ડોક્ટરોના સ્ટાફ વિદેશથી આવે વિદેશથી આવેલા યાત્રીઓ માટે સજ્જ રહેશે. આજે સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી, અને પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે આ વોર્ડની મુલાકાત કરી હતી. સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રીઓને બસમાં લઈ જવામાં આવશે. એરપોર્ટ પર યાત્રીઓના પરિવારજનો પણ મળી શકશે નહિ. આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન મુજબ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. સુરત એરપોર્ટ પર આવતા મુસાફરોને પોતાના પરિવારથી દૂર રહેવા અપીલ કરાઈ છે. 


હાલ અહીં 500 બેડની સુવિધા છે અને જલ્દી જ 1000 બેડની સુવિધા ઉભી કરી દેવાશે. શારજાહથી આવતા મુસાફરોને ક્વોરીન્ટાઇન કરવામાં આવશે. મુસાફરોને જમવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કોરોના સામે લડવા માટે તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. શારજાહથી આવતા તમામ મુસાફરોને સમરસ હોસ્ટેલમાં 14 દિવસ માટે રાખવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...