ગાંધીનગર : જે રવિવારે રાજ્યમાં નવા 423 પોઝિટિવ કેસ સામે આવ્યા  છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 17217 પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં 25 લોકોના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં 22 લોકોના થયા છે.ઉપરાંત સુરતનાં 2, અરવલ્લીમાં 1 મૃત્યુ નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 1063 પર પહોંચ્યો છે. તો સૌથી વધુ 861 દર્દીઓ સારવાર લઇને રિકવર થયા છે. તો કુલ રિકવરનો આંકડો 10780 થયો છે. ઉલ્લેખનીય છે કે, આજથી રાજ્યમાં છુટછાટ સાથે તમામ વેપાર ધંધા અને ઉદ્યોગ શરૂ કરવાની છુટછાટ આપવામાં આવી છે. ત્યારે આ આંકડો ચિંતાજનક તો છે પરંતુ હવે આંકડાઓ વધારે ચોંકાવનારા આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 4 બેઠક માટે રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેર, બંન્ને પક્ષોએ ફરી બાંયો ચઢાવી


બીજી તરફ સરકા પર સતત ટેસ્ટિંગ ઘટાડવાનાં આરોપ વચ્ચે સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 2,16,258 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 2,41,046 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,33,005 વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન છે. જ્યારે 8041 વ્યક્તિઓ ખાનગી ક્વોરન્ટાઇન સેન્ટર અથવા સરકારી સ્થળો પર ક્વોરન્ટાઇન છે. 


જન્મ દિવસે જ મળ્યો પુન:જન્મ: સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સે કરી ભવ્ય ઉજવણી, તસ્વીરો કરશે ભાવુક


સાજા થઇને ગયેલા દર્દીઓ અંગે જાણીએ તો અમદાવાદનાં 790, ખેડાનાં 3, આણંદ 2, સુરતમાં 26, અરવલ્લીમાં 3, નર્મદામાં 2, વડોદરામાં 21, સાબરકાંઠામાં 3, પંચમહાલમાં 1, ગાંધીનગરમાં 4, દાહોદમાં 2, પાટણ 1, તાપીમાં 1, ભાવનગરમાં 1, વલસાડમાં 1 વ્યક્તિએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 5374 એક્ટિવ કેસ છે. જે પૈકી 65 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 5309 લોકો સ્ટેબલ છે. 10780 લોકો ડિસ્ચાર્જ થઇ છુક્યા છે અને 1063 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube