VIDEO: મહેસાણાના કડીમાં તલવારના ઘા મારીને 43 લાખની લૂંટ
મહેસાણાઃ કડીમાં 43 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે. શક્તિ બ્રોકર્સના કર્મચારી પાસેથી રૂપિયા 43 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. કડીના છત્રાલ ત્રણ રસ્તા પાસે આ ઘટના બની છે. રૂપિયા મહારાષ્ટ્રમાં આંગડિયા મારફતે મોકલવાના હતા. કાલા કપાસના વેપારીને હવાલાના પૈસા મોકલવાના હતા. કર્મચારી આ રૂપિયા લઈને જઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલા 4 શખ્સોએ કર્મચારીને તલવારના ઘા મારીને લૂંટ ચલાવી છે. હાલ આ મામલે પોલીસે લૂંટારૂને ઝડપવા તપાસ શરૂ કરી દીધી છે.