વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 1700ને પાર
વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1783 થઈ છે. 197 સેમ્પલમાંથી 45 પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી વધુ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1146 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાથી 50 દર્દીઓના મોત થયા છે.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં કોરોનાના વધુ 45 પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1783 થઈ છે. 197 સેમ્પલમાંથી 45 પોઝિટિવ આવ્યા છે. કોરોનાથી વધુ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1146 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાથી 50 દર્દીઓના મોત થયા છે.
આ પણ વાંચો:- Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં જાણો કેટલા નોંધાયા કોરોનાના કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજ રોજ 540 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,14,301 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે રાજ્યમાં 27 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-21, સુરત-4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1619 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો:- Coronaupdate: છેલ્લા 24 કલાકમાં 540 કેસ, 340 દર્દી ડિસ્ચાર્જ; મૃત્યુઆંત 1600ને પાર
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,17,590 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,13,661 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,929 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube