તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો
- વાવાઝોડાથી ગુજરાતભરમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. જેનાથી આ મોત થયા
- રાજ્યમાં સવારે 6 થી 8 સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો
હિતલ પારેખ/ગાંધીનગર :તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડા (gujrat
cyclone) ના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયા છે.
વાવાઝોડા (Cyclone Tauktae) થી ગુજરાતભરમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. જેનાથી આ મોત થયા છે. ક્યા કેટલા મોત થયા તેના પર નજર કરીએ
આ પણ વાંચો : સાપ ગયો ને લિસોટા રહી ગયા, ગુજરાતના 4591 ગામોમાં વાવાઝોડા બાદ પણ અંધારપટ
- અમરેલીમાં 15 મોત (જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 મોત થયા)
- ભાવનગરમાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા)
- ગીર સોમનાથમાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા)
- અમદાવાદમાં 5 મોત ( જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 નુ મોત)
- ખેડામાં 2 ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ)
- આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી
- વડોદરામાં 1 મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી)
- સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી
- વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી
- રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી
- નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી
- પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી
આ પણ વાંચો : 23 વર્ષ બાદ અમદાવાદીઓએ વાવાઝોડું અનુભવ્યું, પણ જે હતું તે ખતરનાક હતું...
રાજ્યમાં સવારે 6 થી 8 સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાત સવારે 6 થી 8 મા 11 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની
અસર ઓછી થતા વરસાદ ઘટ્યો છે.