Mass Conversion : ગુજરાતમાં સામૂહિક ધર્મ પરિવર્તન, એકસાથે 45 લોકોએ ધર્મ બદલ્યો
Mass Conversion In Mahisagar : બાલાસિનોરની ગાર્ડન પેલેસ હોટલમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યુ... હિંદુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની 22 પ્રતિજ્ઞા લીધી... ધર્મ પરિવર્તનના સમાચારથી પંથકમાં હડકંપ મચી ગયો...
Mass Conversion In Mahisagar ભદ્રપાલ સોલંકી/મહીસાગર : મહીસાગરની બાલાસિનોર હોટેલ ખાતે 45 લોકોએ ધર્મ પરિવર્તન કરતા ચકચાર મચી ગઈ છે. હિન્દુ ધર્મમાંથી એકસાથે 45 લોકોએ ધર્મ પરિવર્તન કરી બુદ્ધ ધર્મ સ્વીકાર્યો છે. ત્યારે ખેડા અને બાલાસિનોર પંચમહાલ જિલ્લાના 45 જેટલા લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચર્ચા ઉઠી છે. ધર્મ પરિવર્તન કરતા બાલાસિનોર નગર તેમજ આસપાસના લોકોમાં હડકમ મચી જવા પામ્યો છે.
આ તમામ 45 લોકોએ એક હોટલમાં બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રના હેતુથી ધર્મ પરિવર્તન કર્યું હતું. બૌદ્ધ ધર્મમાં પંચશીલ આદર્શ ઉત્તમ હોવાના લીધે તેનાથી પ્રભાવિત થઈને આ ધર્મ પરિવર્તન કરે છે તેવુ તેમણે જણાવ્યું. બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદરથી આવેલા ધર્મ ગુરુ દ્વારા બાલાસિનોર, ખેડા, નડિયાદ અને પંચમહાલના 45 જેટલા હિન્દુ ધર્મના લોકોને બૌદ્ધ ધર્મ અપનાવવા સંકલ્પ કરાવ્યા હતા.