ગાંધીનગરઃ ગુજરાતને કોરોના સામે મોટી રાહત મળી રહી છે. રાજ્યમાં નવા કેસ અને મૃત્યુઆંક બન્નેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 455 નવા કેસ સામે આવ્યા છે, તો આ દરમિયાન 6 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ કેસની સંખ્યા વધીને 8 લાખ 20 હજાર 321 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 9997 થઈ ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 10249 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી 800075 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 10249 છે, જેમાં 253 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં 9997 લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 97.53 ટકાએ પહોંચી ગયો છે. 


આ પણ વાંચોઃ AHMEDABAD: કેજરીવાલે ગુજરાતીમાં ટ્વીટ ગુજરાત બદલાશે હું કાલે આવું છું


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો
છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 96 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ જિલ્લામાં 55, વડોદરા જિલ્લામાં 72, રાજકોટ જિલ્લામાં 46, જુનાગઢ 34, નવસારી 17, ભરૂચ 11, કચ્છ 10, અમરેલી 9, પંચમહાલ 8, વલસાડ 8, મહેસાણા 7, બનાસકાંઠા 6, દ્વારકા 6, ખેડા, પોરબંદર અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા છે. 


ઓ દરમિયાન રાજ્યમાં સુરતમાં 1, અમદાવાદમાં 2, વડોદરામાં 1, પોરબંદર અને દ્વારકામાં એક-એક દર્દીના મોત થયા છે. 


ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 64 હજાર 893 લોકોને કોરોના વેક્સિન મળી છે. જેમાંથી 2 કરોડ 30 લાખ 392 લોકોને પ્રથમ ડોઝ અને 2 લાખ 34 હજાર 501 લોકોને બીજો ડોઝ મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube