Coronavirus: રાજ્યમાં કોરોનાના 477 નવા કેસ, 321 દર્દીઓ સાજા થયા
આજ રોજ રાજ્યમાં 477 નવા દર્દી નોંધાયા છે. આજ રોજ 321 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,56,289 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
હિતલ પારેખ, ગાંધીનગર: આજ રોજ રાજ્યમાં 477 નવા દર્દી નોંધાયા છે. આજ રોજ 321 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,56,289 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે રાજ્યમાં 31 વ્યક્તિઓના કોરોનાને કારણે દુ:ખદ અવસાન થયા છે. જેમાં અમદાવાદમાં-24, સુરત અને ગાંધીનગરમાં 02, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટ ખાતે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1280 મૃત્યુઆંક નોધાયો છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,10,438 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,03,626 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાોઈન છે અને 6,812 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
આજના રાજ્યમાં કુલ 321 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
અમદાવાદ | 218 | સુરત | 57 | વડોદરા | 28 | કચ્છ | 05 |
મહેસાણા | 03 | વલસાડ | 02 | આણંદ | 01 | ભરૂચ | 01 |
ગાંધીનગર | 01 | ખેડા | 01 | મોરબી | 01 | પંચમહાલ | 01 |
રાજકોટ | 01 | સાબરકાંઠા | 01 |
આજના રાજ્યમાં 477 નવા કેસ નોંધાયા
જિલ્લો | કેસ |
અમદાવાદ | 346 |
સુરત | 48 |
વડોદરા | 35 |
ગાંધીનગર | 4 |
મહેસાણા | 1 |
ભાવનગર | 3 |
બનાસકાંઠા | 2 |
અરવલ્લી | 4 |
સાબરકાંઠા | 5 |
પંચમહાલ | 4 |
કચ્છ | 1 |
ખેડા | 1 |
જામનગર | 5 |
ભરૂચ | 2 |
ગીર-સોમનાથ | 1 |
સુરેન્દ્રનગર | 6 |
જુનાગઢ | 4 |
નવસારી | 2 |
અમરેલી | 1 |
અન્ય | 2 |
કુલ | 477 |
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત
એક્ટિવકેસ | ડિસ્ચાર્જ | મૃત્યુ | ||
કુલ | વેન્ટીલેટર | સ્ટેબલ | ||
5330 | 59 | 5271 | 13964 | 1280 |