ગીર સોમનાથ ખાંભાની ગૌચર જમીનમાં ફાંસલા મુકનારા 48 લોકોની ધરપકડ
ખાંભા ગામની ગૌચરની જમીનમાં વન્ય પ્રાણી ના શિકાર અર્થે મુકેલ ફાસલામાં સિંહ બાળનો પગ ફસાયાની ઘટના સામે આવતા વન વિભાગ સફાળું જાગ્યું હતું. ગુજરાતના વન્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી કુલ 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ મુખ્ય વન સરંક્ષક ડૉ.કે.રમેશે વન્ય પ્રાણીના શિકાર કરતી ગેંગ સક્રીય થઇ હોવાના મુદ્દે પ્રેસ કોનફરન્સ યોજી હતી. જેમાં ખાંભા ગામે સિંહ બાળ ફાસલામાં ફસાવાના મામલે જણાવ્યું હતું કે, બે ફાસલા મુકવામાં આવ્યા હતા. જેમાં એકમાં સિંહ બાળ અને બીજા ફાસલામાં શીયાળ ફસાયું હતું. બંનેને વેટરનરી ડોક્ટર દ્વારા સહી સલામત બહાર કાઢીને સારવાર બાદ ફરી જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ : ખાંભા ગામની ગૌચરની જમીનમાં વન્ય પ્રાણી ના શિકાર અર્થે મુકેલ ફાસલામાં સિંહ બાળનો પગ ફસાયાની ઘટના સામે આવતા વન વિભાગ સફાળું જાગ્યું હતું. ગુજરાતના વન્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી કુલ 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ મુખ્ય વન સરંક્ષક ડૉ.કે.રમેશે વન્ય પ્રાણીના શિકાર કરતી ગેંગ સક્રીય થઇ હોવાના મુદ્દે પ્રેસ કોનફરન્સ યોજી હતી. જેમાં ખાંભા ગામે સિંહ બાળ ફાસલામાં ફસાવાના મામલે જણાવ્યું હતું કે, બે ફાસલા મુકવામાં આવ્યા હતા. જેમાં એકમાં સિંહ બાળ અને બીજા ફાસલામાં શીયાળ ફસાયું હતું. બંનેને વેટરનરી ડોક્ટર દ્વારા સહી સલામત બહાર કાઢીને સારવાર બાદ ફરી જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા.
Gujarat Corona Update: નવા 275 કેસ, 430 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત
સામાન્ય ઇજા થઇ હતી ત્યારે સિંહ બાળનો પગ ફાસલામાં ફસાતા સિંહણે શિકાર કરનાર હબીબ સમશેર પરમાર ઉપર હુમલો કર્યો હતો. જેને તાલાળાની હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, ત્યારે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ત્યાર બાદ ફરી જૂનાગઢના વાડલા ફાટક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. વન વિભાગે સૌરાષ્ટ્ર સહીત વન્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. પોલીસની મદદથી મહીલા સહીત કુલ 38 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. જેની પાસેથી શિકાર કરવાના 38 જેટલા ફાસલા પણ મળી આવ્યા છે. ઝડપાયેલ તમામ આરોપીઓ સુરેન્દ્રનગર જીલ્લાના થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ શખ્સો ઔષધીઓમાંથી દવા બનાવા માટે સાંડા તેમજ શિયાળના શિકાર કરી વન્ય પ્રાણીના તેલનો ઉપયોગ કરતા હોવાનું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. હાલ ઝડપાયેલ તમામ શખ્સો સામે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને હજુ વધુ તાપસ ચાલુ છે.
SURAT: BJP ના 119 માંથી 56 ઉમેદવાર નવા નિશાળીયા, સ્થાનિક સ્તરે ખુબ જ અસંતોષ
સિંહ બાળ શિકારના મુદ્દે વન અધીકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમુક મીડીયાના માધ્યમથી એવું જોવા મળ્યું કે 2007 માં જે સિંહોના શિકાર થયા હતા તે મુજબની ઘટના બની નથી. ઝડપાયેલ તમામ આરોપી ગુજરાતના છે. એક પણ શખ્સ પરપ્રાંતીય નથી. વન વીભાગની જીણવટભરી તપાસમાં સિંહોના શિકાર માટે વપરાતા ફાસલા અને હાલ જે ફાસલા મળી આવ્યા છે તેમાં ઘણો ફરક છે. હાલ કોઈ સિંહનો શિકાર માટે આવ્યા હોઈ તેવા એક પણ પુરાવા સામે આવ્યા નથી.
Ahmedabad: BJP દ્વારા 48 વોર્ડ માટે 192 ઉમેદવારોની યાદી જાહેર, જાણો તમારા વોર્ડના ઉમેદવારનું નામ?
હાલ જે ઝડપાયેલ શખ્સો છે તે અલગ અલગ શહેરોમાં ઝુંપડા બાંધીને આયુર્વેદ દવાનો વ્યવસાય સાથે સંકળાયેલ જોવા મળી રહ્યા છે. હાલ જંગલોના સિંહો સલામત છે અને વન વિભાગે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સિંહોના શિકાર માટે કોઈ ગેંગ સક્રીય થઇ હોઈ તેવું જોવા મળતું નથી. એક તરફ રાજ્ય સરકાર વન્ય પ્રાણી માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટ આપીને વન્ય પ્રાણીનું સંરક્ષણ થાય તેવા પ્રયાસ કરે છે, ત્યારે બીજી તરફ વન્ય પ્રાણી માટે ફાસલા ગોઠવી શિકાર થતા હોવાની ઘટના સામે આવતા વન્ય પ્રેમીમાં રોષ જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube