ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજસ્થાનથી આવતી બસમાંથી દારૂ પકડાયો
31 ડિસેમ્બર ની ઉજવણીને લઈને વડોદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. હાલ લગભગ દરેક શહેરના નાકે પોલીસનો કાફલો દેખાય છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી દારૂ પાર્ટી પકડાઈ ચૂકી છે, ત્યારે હવે પોલીસની નજર હોટલ અને ફાર્મ હાઉસિસમાં ચાલતી પાર્ટીઓ પર છે. ત્યારે અમદાવાદ પોલીસી ડ્રાઈવ દરમિયાન રાજસ્થાનથી આવી રહેલી બસમાં દારૂ પકડાયો હતો.
અમદાવાદ : 31 ડિસેમ્બર ની ઉજવણીને લઈને વડોદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. હાલ લગભગ દરેક શહેરના નાકે પોલીસનો કાફલો દેખાય છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી દારૂ પાર્ટી પકડાઈ ચૂકી છે, ત્યારે હવે પોલીસની નજર હોટલ અને ફાર્મ હાઉસિસમાં ચાલતી પાર્ટીઓ પર છે. ત્યારે અમદાવાદ પોલીસી ડ્રાઈવ દરમિયાન રાજસ્થાનથી આવી રહેલી બસમાં દારૂ પકડાયો હતો.
5 બોટલ દારૂ પકડાયો
31 ડિસેમ્બર પહેલા પોલીસે બૂટલેગરો પર લાલ આંખ કરી છે. પોલીસની મેગા ડ્રાઈવ કવાયત શરૂ થઈ છે. જેમાં આજે અમદાવાદ પોલીસે રાજસ્થાનથી આવી રહેલ બસનું ચેકિંગ હાથ ધરતા તેમાંથી 5 બોટલ દારૂ પકડાઈ હતી. આ બસ રાજસ્થાન-એમપીથી આવી રહી હતી. બસમાં બેસેલા મુસાફર પાસેથી દારૂ મળી આવતા નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પણ ચુસ્ત બંદોબસ્ત વડોદરામાં બંદોબસ્તને પગલે 1૦૦૦ પોલીસ કર્મી શહેરના રસ્તાઓ પર તૈનાત રહેશે. બ્રેથ એનાલાઈઝરથી ચેકીગ કરી નશેબાજો સામે પોલીસ કાર્યવાહી કરશે. ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારનું સઘન ચેકિંગ કરવામાં આવશે. સાયલન્સરમાં ભડાકા થાય તેવી બાઈક અને ચોક્કસ સમય સિવાય દારુખાનુ ફોડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. તાલુકા જિલ્લાના શંકાસ્પદ ફાર્મ હાઉસ પર પોલીસ બાજ નજર રાખશે. ફૂડ હોમ ડીલવરી બોયના મોટા ઓર્ડરમાં પોલીસ પણ બાઈક પર સાથે જશે. તો બીજી તરફ, 31મી ડિસેમ્બરના સેલિબ્રેશનનો લાભ લઈને શહેરમાં ફરતા રોમિયોને પકડવા મહિલા પોલીસ સાદા ગણવેશમાં ફરજ બજાવશે.
બનાસકાંઠામાં પણ દારૂ પકડાયો
બનાસકાંઠા LCB પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. થર્ટી ફસ્ટને લઈને ગાડીમાં આરોપી દ્વારા વિદેશી દારૂ લઈ જવાતો હતો. પોલીસે દારૂ સહિત ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને જોઈ આરોપી ગાડી મૂકી ફરાર થયો હતો. થરાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.