Power Plant માંથી ગાયબ થયા 5 કરોડના સ્પેરપાર્ટ્સ, 7 અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ
સોલર આધારીત પ્લાન્ટના બાંધકામનુ કામ ચાલુ છે. ધુવારણ જી.એસ.ઇ. સી. એલ (GSECL) ખાતે સુરક્ષાના હેતુસર સરકારની એક તેમજ ખાનગી કોન્ટ્રાક્ટ દ્રારા સિક્યોરિટી ગાર્ડના માણસો દ્રારા સુરક્ષાની કામગીરી કરવામાં આવે છે.
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: ધુવારણ (Dhuvarn) ના પાવર પ્લાન્ટ (Power Plant) એટલે જી.એસ.ઇ.સી.એલ (GSECL) ના અંદાજીત પ કરોડની કિંમતના ટર્બાઇન બકેટ્સ અને સાઉન્ડ ગાયબ થવાની ફરીયાદ એડીશનલ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિલમસીંગ વસાવાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી છે.
ફરજમાં પાવર પ્લાન્ટ (Power Plant) ની તમામ વહીવટી કામગીરી મારી દેખરેખ એડી.ચીફ એન્જિનિયરના નીચે કરવાની હોય છે. ધુવારણ જી.એસ.ઇ. સી.એલ ખાતે કુલ ત્રણ ગેસ આધારીત પ્લાન્ટ તથા એક સોલર આધારીત પ્લાન્ટ આવેલો છે. તથા એક સોલર આધારીત પ્લાન્ટના બાંધકામનુ કામ ચાલુ છે. ધુવારણ જી.એસ.ઇ. સી. એલ (GSECL) ખાતે સુરક્ષાના હેતુસર સરકારની એક તેમજ ખાનગી કોન્ટ્રાક્ટ દ્રારા સિક્યોરિટી ગાર્ડના માણસો દ્રારા સુરક્ષાની કામગીરી કરવામાં આવે છે.
જે સિક્યુરિટી કર્મચારીઓમાં સરકારી તથા ખાનગી કોન્ટ્રાક્ટના માણસો તેમાં ફરજ બજાવે છે. જે સીક્યુરીટી કર્મચારીઓના સુપરવિઝનની તેમજ પ્લાન્ટના સલામતીને સંલગ્ન તમામ જવાબદારી સીનીયર એસ.ઓ. બી.એમ. મકવાણા તથા એસ. જી. લેવાનાઓની છે. ધુવારણ જી. એસ. ઇ. સી. એલ ખાતે સ્ટોર રૂમમાં રાખેલ પ્લાન્ટના મટીરીયલનું વાર્ષિક ઓડીટ થતુ હોય છે. જેમાં ઓડીટની એક ટીમની રચના કરવામાં આવે છે. જે ટીમમાં અન્ય ડીપાર્ટમેન્ટના કર્મચારીઓની નિમણૂંક થતી હોય છે.
CBSE બોર્ડે ધોરણ 12ની માર્કશીટ અંગે ફોર્મ્યુલા કરી જાહેર, શું ગુજરાત બોર્ડ સ્વિકારશે?
જે ટીમ દ્રારા સ્ટોરના તમામ મટીરીયલની ખરાઇ કરવામાં આવે છે અને જેનો અહેવાલ અમારી ઉપરી કચેરીને રીપોર્ટ સબમીટ કરતા હોય છે. જી.એ સ. ઇ. સી.એલ (GSECL) ધુવારણ ખાતે છેલ્લે સને ૨૦૨૦ જુન/જુલાઇ મહિનામાં ઓડીટ કરેલ હતુ. અને ૨૦૨૧નું વાર્ષિક ઇન્વેન્ટરી ઓડીટ હાલ ચાલુ છે. જી.એસ.ઇ. સી. એલ ધુવારણ ખાતે ગેસ આધારીત પાવર પ્લાન્ટ આવેલો છે. જેના અલગ-અલગ ત્રણ પ્લાન્ટ છે જે પૈકી એક પ્લાન્ટ CCPP –1 આવેલ છે.
જે પ્લાન્ટમાં ગેસ ટર્બાઇનમાં બકેટ ઓફ ગેસ ટર્બાઇન તથા ગ્રાઉડ ઓફ ગેસ ટર્બાઇન જે ગેસ ટર્બાઇનના સ્પેરપાર્ટ હોય જે ગત તા. ૧૩/૦૬/૨૦૦૮ ના રોજ પ્લાન્ટમાં ઇનવોઇસ થયેલ. જે સને ઓક્ટોમ્બર ૨૦૧૦માં પ્લાન્ટમાં લગાવેલ હતા, જે ગેસ ટર્બાઇનના સ્પેરપાર્ટ ખરાબ થઇ જવાથી સને ૨૦૧૮ ઓક્ટોબર માસમાં ગેસ ટર્બાઇનના સ્પેરપાર્ટ મશીનમાંથી બહાર કાઢેલો હતો.
Somnath મહાદેવ મંદિરના પ્રાંગણમાં મર્ડર: જમવા જેવી નજીવી બાબતે થઇ હતી માથાકૂટ
જે સ્પેરપાર્ટ બહાર કાઢવા માટે અમારા જી.એસ.ઇ.સી.એલ ધુવારણ ખાતે ફરજ બજાવતા મીકેનીકલ મેઇન્ટેનન્સ વિભાગના અધિકારી એન્જિનિયર આર.વી.વસાવા તથા ડેપ્યુટી એન્જી. એમ.બી.બગડા તથા ડેપ્યુટી એન્જિનિયર જે. સી.પરીખ તથા જુનીયર એન્જિનિયર એમ. બી. જયસ્વાલ તથા ડેપ્યુટી એન્જિનિયર એન. કે.મેકવાન તથા જનરલ ઇલેકટ્ટીક તથા પાવર મેક પ્રોજેક્ટ લીમીટેડ કંપનીના અધિકારી/ કર્મચારી દ્રારા ગેસ ટર્બોઇનના સ્પેરપાર્ટ બહાર કાઢવાની કામગીરી કરી હતી. જેમાં ગેસ ટર્બાઇનના સ્ટેજ ૧ અને સ્ટેજ–૦૨ ના સ્પેરપાર્ટ જામ થઈ જવાથી ખુલતા ન હતા.
જેથી તેને ટર્બાઇન રોટર સાથે સીંગાપુર ખાતે સને ૦૩/૨૦૧૯ માં મોકલ્યા હતા. આપેલ જે તા. ૨૦/૦૩/૨૦૧૯ માં પરત આવ્યા હતા. અધિકારીઓની હાજરીમાં ટર્બા ઇન રોટર સાથે બકેટ ઓફ ગેસ ટર્બાઇન નંગ ૯૨ અને સ્રાઉડ ઓફ ગેસ ટર્બાઇન સ્રાઉડ ૨૪ નંગ લાકડાના બોક્સમાં ગણતરી રાખ્યા હતા કે નહી તેની કોઇ લેખિત જાણ કરી ન હતી. તે પછી, ગત તા. ૧૨/૧૨/૨૦૨૦ ના રોજ મીકેનિકલ મેઇન્ટેનન્સ વિભાગના ઇજનેર જે.સી.પરીખ તથા બી. આર. પટેલએ ચેક કરતા
સ્પેરપાર્ટસ જે તે હાલતમાં હતા.
જોકે આ સમગ્ર સ્પેર ગાયબ થયાની બાબત ત્યારે સામે આવી જ્યારે તારીખ - ૨૯/૧૨/૨૦૨૦ ના જી.ઇ,ના પ્રતિનિધી ડીમ્પલ મહેતા સ્થળ તપાસ કરવા જતા ગેસ ટેર્બાઇનના સ્પેર પાર્ટસ સાઉડ તથા બકેટ ન મળતા મેઇન્ટેનન્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર જે. સી. પરીખને જાણ કરી હતી.
આ દરમિયાન તપાસ કરતા સ્પેર પાર્ટસ પૈકી બકેટ ઓફ ગેસ ટરબાઇનના ૮૬ નંગ અને સ્રાઉડ ઓફ ગેસ ટરબાઇન નંગ ૧૨ ગુમ થઇ ગયાનું ધ્યાને આવ્યુ હતુ .બંને સ્પેર મળી અંદાજીત ૫.૫૫ કરોડ ના સ્પેર ગાયબ થતા વડોદરા ખાતેની વડી કચેરીએ પણ આંતરિક તપાસના આદેશ કર્યા હતા જે તપાસ પણ હાલ ચાલી રહી છે. મહત્વનું છે કે આ સ્પેર ને રિપેરીંગ કરવા સિંગાપુર અને હૈદરાબાદ ખાતે મોકલવાના હતા.
ત્યારે હાલ તો આ સમગ્ર મામલે ચીફ એન્જી દ્રારા ફરજમાં બેદરકારી રાખવાની શંકાને ધ્યાને રાખી આર સી વસાવા એંજીનિયર, જેસી પરીખ ડે. એંજીનિયર, બી આર પટેલ ડે.એંન્જીનિયર, એનમય જયસ્વાલ જુનિ.એંજીનિયર, બી એમ મકવાણા સલામત વિભાગ અને એસ જી લેઉઆ અને મેસર્સ ભક્તિ કનસ્લટન્ટના કર્મચારી જેઓ પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સી માટે કામ કરે છે તેમના વિરુદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube