ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને અપાઈ સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજોના નામ
Gujarat Government : ગુજરાતના ગૃહ વિભાગે સમીક્ષા બેઠકના અંતે મોટો નિર્ણય લીધો. રાજ્યના ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પરત લેવાઈ છે.
Gandhiangar News : ગુજરાતના ગૃહ વિભાગે પાંચ MLA સાથે 30 લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠના અંતે આ નિર્ણય લેવાયો હતો. ધારાસભ્યોની સાથે અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. પરંતુ બીજી બાજુ ગુજરાતના 5 પૂર્વ મંત્રી, 4 ભાજપના ધારાસભ્ય ઉપરાંત એક કોંગ્રેસી ધારાસભ્યને સરકારી ખર્ચે સુરક્ષા અપાઇ છે.
આ લોકોને ગૃહવિભાગે સુરક્ષા આપવા નક્કી કર્યુ
કેટલાક વર્તમાન ધારાસભ્યો એવા છે, જેમણે વવિધ કારણો રજૂ કરીને ગૃહ વિભાગમાં અરજી પણ કરી છે. હાલ એવી પણ માહિતી મળી છે કે બળાત્કાર મામલે વિવાદમાં સપડાયેલાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગૃહવિભાગે સુરક્ષા પુરી પાડી છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ હવે પોલીસના સુરક્ષા ઘેરામાં રહેશે. દાહોદના ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાને સુરક્ષા કર્મી ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પણ ગૃહવિભાગે સુરક્ષા આપવા નક્કી કર્યુ છે.
કોને કોને સરકારી ખર્ચે સુરક્ષા ફાળવવામાં આવી
- પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર
- પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા
- પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ
- પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા
- પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર
- ધારાસભ્ય કનેયાલાલ કિશોરી
- ધારાસભ્ય ગૌતમ ચૌહાણ
- ધારાસભ્ય કાંતિ અમૃતિયા
- ધારાસભ્ય પી.સી.બરંડા
- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા
કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ તો પોલીસ સુરક્ષા ઘેરામાં રહે છે. પણ ચૂટાયેલાં જનપ્રતિનીધીને પણ કોઈને કોઈ તત્વોથી ભયસ્થાન રહેલો હોય છે તે જોતાં તેઓ પોલીસ સુરક્ષા માંગતાં હોય છે. ત્યારબાદ રાજ્યના આઈબી સહિતના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકના અંતે લેવાામાં છે. આ બેઠક દર છ મહિને યોજાતી હોય છે. જે એક નિયમિત પ્રોસેસ છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પરત લેવાઈ છે. જોકે, આ લિસ્ટમાં એકમાત્ર કલ્પેશ ગોસ્વામી એવા છે, જેઓએ પોતાની સુરક્ષા પાછી ખેંચવા અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોઈ હસ્તીને ધમકી મળી હોય અથવા તેમના જીવને જોખમ હોય તો તેમને આઈબીના ઈનપુટના સહારે સલામતી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. જોકે, થોડા બાદ ખતરો ટળી જતા આ સુરક્ષા પાછી ખેંચી પણ લેવાય છે. ત્યારે પાંચ ધારાસભ્યો સાથે આવા ૩૦ જેટલા વીઆઈપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે.
કયા ધારાસભ્યની સુરક્ષા પાછી ખેંચાઈ
- દિનેશ ઠાકોર ધારાસભ્ય, ચાણસ્મા
- સંજય સિંહ મહિડા ધારાસભ્ય, મહુધા
- રમણ પાટકર ધારાસભ્ય, ઉમરગામ
- શામજી ચૌહાણ ધારાસભ્ય, ચોટીલા
- મોહનભાઈ ઢોડિયા ધારાસભ્ય, મહુવા
અન્ય કયા કયા લોકોની સુરક્ષા પાછી ખેંચી
- કલ્પેશ ગોસ્વામી, કચ્છ
- રાકેશ પારેખ, વડોદરા
- દિલીપ ત્રિવેદી, vhp
- સીતારામ મારવાડી
- અમિત શર્મા, અમદાવાદ
- સાજણભાઈ ઓડેદરા, પોરબંદર
- ઢેલી બેન ઓડેદરા, પોરબંદર
- વિક્રમ ઓડેદરા
- ગાંગા માલદે ઓડેદરા
- જે કે ભટ્ટ, માનવ અધિકાર આયોગ
- એ કે દુબે
- દિવ્યા રવિયા જાડેજા -એસીબી
- દિનેશ બાંભણિયા
- બી એસ ઉપાધ્યાય