અમરેલીના લીલીયામાં પાંચ ઇંચ વરસાદ, ગામમાં ઘૂસ્યા પાણી, ગાયો પાણીમાં તણાઇ
ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવતા પાણી ગામમાં આવી ગયું હતું. ગામની બજારોમાં જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
અમરેલીઃ અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે ગામમાંથી નીકળતી નાવલી નદીમાં નવા નીરની આવક થતા નાવલી નદીમાં પુર આવ્યું હતું. પૂરને કારણે લીલીયા શહેરની મેઇન બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો દુકાનમાં રોખેલો માલ પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે. ગામની બજારોમાં નદી વહેતી હોય તેમ પાણી વહેતું હતું. તો આ પાણીના પ્રવાહમાં પશુઓ પણ તણાવા લાગ્યા હતા.
બીજીતરફ અમરેલીના જાફરાબાદમાં આવેલા નાગેશ્રી ગામમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે ભારે વરસાદના પગલે નાગેશ્રી ગામમાં આવેલી રાયડી નદીમાં નવા નીરની આવક થતા પૂરની સ્થિતી સર્જાઇ. જેને લઇ જનજીવન પર પણ અસર જોવા મળી. તેમજ રાયડી નદી છલકાતા ઘસમસતું પાણી વહેતું નજરે પડયું હતું.
[[{"fid":"176503","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
અમરેલી કુંકાવાવના મોટા ઉજળા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોટા ઉજળા ગામે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે મોટા ઉજળાની ચોટકીયાળી નદીમાં પુર આવ્યું છે.
[[{"fid":"176504","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને સ્ટેન્ડટુના આદેશો અપાઇ ગયા છે. રાજકોટ પંથકમાં ભારે વરસાદ પડી શકે છે. જેને લઇ ફાયર અને એનડીઆરએપની ટીમને ખડે પગે રહેવાની સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં બે દિવસમાં જેતપુર પંથકમા એક જ દિવસમાં 8 ઇંચ અને શાપર વેરાવળમાં 8 ઇંચ જેવો વરસાદ વરસી ચુક્યો છે. રાજકોટમાં પણ ગઇકાલે અઢી ઇંચ વરસાદ પછી આજે કાળાડિબાંગ વાદળો છવાઇ ગયા છે.