ચેતન પટેલ /સુરત :ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતના ઓલપાડ, અઠવાગેટ, પીપલોદ, રાંદેર, અડાજણ વિસ્તારમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. સારા વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. પરંતુ ધોધમાર વરસાદે ઓલપાડને ધમરોળ્યુ છે. 5 ઇંચ વરસાદથી ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનું ઓલપાડ ધોધમાર વરસાદ બાદ પાણીમાં ગરકાવ થયુ છે. ઓલપાડથી બાવા ફળીયા તરફ જતો માર્ગ પાણીમાં જતો રહ્યો છે. જ્યા જુઓ ત્યાં પાણી તેવી સ્થિતિ છે. સેના ખાડીના માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. જેથી આ માર્ગ અવર જવર માટે બંધ કરાયો છે. આ કારણે સ્થાનિકો સવારથી જ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. 5 ઇંચ વરસાદથી ઓલપાડના નીચાણવાળા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે. જેથી તેમની હાલત દયનીય બની છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. જેથી ધરવખરીનો સામનો પલળી ગયો છે. 



ઓલપાડથી બાવા ફળીયા તરફ જતા માર્ગ પર પાણી ફળી વળ્યાં છે. આ કારણે બાવા તરફ જતો માર્ગ અવર જવર માટે બંધ કરાયો છે. તો શાંતિનગર આવાસમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાછે. 3 થી વધુ આવાસોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.