જય પટેલ/વલસાડ: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર 48ને અસર થઇ રહી છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ શરૂ થઇ હતી. વલસાડ જિલ્લાના પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ હાઇવે પર વરસાદને કરાણે ટ્રાફિક જામ થતા આઇ.આર.બીની ટીમ કામે લાગી હતી. કારના બોનેટ ડૂબી જાય અને ટ્રકના ટાયર ડૂબી જાય એટલા હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. મહત્વનું છે, કે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણમાં પડી રહેલા વરસાદને કારણે હાઇવેની બાજુમાં આવેલુ તળાવ ઓવર ફ્લો થતા પાણી હાઇવે પર ફરી વળ્યા હતા.


સતત પાંચ દિવસથી અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણી શરૂ કરી


જુઓ LIVE TV



દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને કારણે હાઇવે પર પાણી ફરી વળ્યાં હતા. જેથી ટ્રક ડ્રાઇવરો અને કાર ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેથી છેલ્લા એક કલાકથી વલસાડ નેશનલ હાઇવે 48 પર પાણી ફરી વળવાને કારણે હાઇવે પર 5 કિમી સુધીનો ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.