નવનીત દલવાડી/ભાવનગર :મહુવા કંપોઝના ખાડા પાસે જુગાર રમતા પાંચ 5 શકુનીઓને રોકડ રૂ.૧૪,૧૫૦ ના મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન જુગાર અંગે બાતમી મળી હતી. મહુવાના ગોપાલભાઇ મગનભાઇ વાજા (રહે.કંપોઝનો ખાડો)ના મકાન પાસે જાહેર જગ્યામાં જાહેર સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગેરકાયદે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમાતો હતો. પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા ૫ ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા. 


કોણ કોણ પકડાયુ 


  • અશોકભાઇ લખમણભાઇ વાજા (ઉ.વ.૪૦) રહે.જનતા પ્લોટ નં.૧, મોરારી હનુમાન પાસે, મહુવા

  • ભરતભાઇ કાળુભાઇ બાંભણીયા (ઉ.વ.૪૦) રહે.માસુમભાઇની વાડી,મહુવા

  • ગોપાલભાઇ મગનભાઇ વાજા (ઉ.વ.૩૫) રહે.કંપોઝનો ખાડો, મહુવા

  • જસુભાઇ ભાણાભાઇ જેઠવા (ઉ.વ.૩૭) રહે.જનક પુરી સોસાયટી, મહુવા 

  • મુશભાઇ બાલાભાઇ પરમાર (ઉ.વ.૨૪) રહે.કંપોઝનો ખાડો, મહુવા


જાહેર જગ્યામાં તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા પાંચેય ઇસમો પકડાયા છે. તેમની પાસેથી ગંજી પત્તાના પાના તથા રોકડ રકમ રૂ.૧૪,૧૫૦/- પણ પકડાઈ હતી.  રમી રહેલા ઈસમોએ સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવી ભેગા થઇ કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી અન્વયે જાહેરનામાનો ભંગ કર્ય હતો. તેથી તેમની સામે આઇ.પી.સી. કલમ.૨૬૯ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ.૫૧(બી) તથા જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરાયો હતો. તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. 


કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ્પેક્ટર એન.જી.જાડેજા તથા પો.સબ ઈન્સ્પેક્ટર એ.પી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ એન.વી.બારૈયા તથા પો.કોન્સ્ટેબલ તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડ્યા વગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.