મુસ્તાક દલ, જામનગર: જામનગર શહેરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો લાપતા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જો કે, આ અંગે જાણ થતા જામનગર પોલીસ દ્વારા પરિવાર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે અને ખાસ કરીને આ પરિવાર કયા કારણોસર લાપતા બન્યો છે, ક્યાં છે અને પરિવાર ક્યાં ચાલ્યો ગયો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો એક સાથે લાપતા થયો છે. જો કે, હોટલના ધંધા સાથે સંકળાયેલો એક વ્યક્તિ પરિવારના અન્ય ચાર સભ્યો સાથે ગુમ થયો હોવાની જાણ થતા જામનગર સીટી સી ડિવિઝનમાં પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


હોટલના ધંધા સાથે સંકળાયેલા અરવિંદભાઈ નિમાવત (ઉં વ 52) અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત (ઉં વ 45) તેમજ તેમની દીકરી કિરણ અરવિંદભાઈ નિમાવત (ઉં વ 26) અને દીકરો કરણ અરવિંદભાઈ નિમાવત (ઉં વ 22) અને અન્ય એક દીકરા સાાથે પરિવારના આ પાંચે સભ્યો લાપતા છે. આ તમામ લોકો ગત 11 માર્ચના રોજ કોઈપણને જાણ કર્યા વગર ઘરથી ચાલ્યા ગયા છે.


જો કે આ અંગેની ગઈકાલે જામનગર સીટી સી ડિવિઝનમાં જાણ કરાઈ હતી. ખાસ કરીને આ પરિવાર કયા કારણથી લાપતા બન્યો છે, ક્યાં છે અને ક્યાં ચાલ્યો ગયો છે તે અંગે જામનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને લોકોને એક અનુરોધ પણ કર્યો છે કે, આ પરિવારના પાંચેય સભ્યો વિશે જાણ થાય તો તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવે.


સૌથી મહત્વની વાત એ છે કે, હોટલના ધંધા સાથે સંકળાયેલા આ વ્યકિત પરિવાર સાથે લાપતા થયો છે હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube