ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશે
લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024નો જંગ જામી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
વિધાનસભા પેટાચૂંટણીનો જંગ
વિધાનસભા બેઠક ભાજપ કોંગ્રેસ
વિજાપુર સી.જે.ચાવડા દિનેશ પટેલ
પોરબંદર અર્જુન મોઢવાડિયા રાજુ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી હરીભાઇ કણસાગરા
ખંભાત ચિરાગ પટેલ મહેન્દ્રસિંહ પરમાર
વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા કનુભાઇ ગોહિલ