જામનગરના સપડા ડેમમાં મોટી દુર્ઘટના: નાહવા પડેલા 5 લોકોના કરૂણ મોત, પરિવારમાં માતમ
આ દુર્ઘટનામાં બે મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યા છે. જ્યારે પાણીના ડુબેલા એક વ્યક્તિની હજુ શોધખોળ ચાલું છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢીને પી.એમ. અર્થે ખસેડાયા છે.
ઝી બ્યુરો/જામનગર: એક તરફ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરના સપડા ડેમમાંથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સપડા ગામ નજીક સપડા ડેમમાં નાહવા પડેલા પાંચ લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે.
ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ સક્રીય થશે: કઈ તારીખ સુધી મેઘો ગુજરાતમાં કરશે તાંડવ?
આ દુર્ઘટનામાં બે મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યા છે. જ્યારે પાણીના ડુબેલા એક વ્યક્તિની હજુ શોધખોળ ચાલું હતી. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે, પાંચેય લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢીને પી.એમ. અર્થે ખસેડાયા છે.
મહેસાણામાં અનોખો પ્રયોગ! લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ પણ તમારા માતા-પિતાની મંજૂરી લો.
આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી. ફાયર વિભાગે 5 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા છે. જો કે, હજુ પણ એક વ્યક્તિની શોધખોળ પાણીમાં કરવામાં આવી રહી હતી. 5 લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આમ એક જ પરિવારના પાંચ લોકોના અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
'નાયક' ફિલ્મના અનિલ કપૂર બની રહ્યા છે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ,સીધી અહી કરો ફરિયાદ
એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે. ફરવા ગયેલા પરિવારજનો પરત ન ફરતાં સ્વજનો પર આભ ફાટી પડ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં તેમના ઘરે સ્વજનો સહિતના લોકોના ટોળા વળ્યા હતા.
સાવધાન..આ ગેંગ ટ્રેનમાં સામાનની કરે છે ચોરી! તમારી સાથે પણ થઈ શકે છે આવો 'કાંડ'