ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં ખાખી વર્દીની આન-બાન અને શાનને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવરંગપુરા પોલીસે બે હોમગાર્ડના જવાનોની ધરપકડ કરી લીધી છે. આ બંને હોમગાર્ડ જવાનો એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ બંન્ને જવાનો પ્રેમી યુગલ પાસે આઇ.કાર્ડની માગણી કરીને તેમની પાસે તોડ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બુરખામાં ઉભેલા આ બંને શખ્શો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ બંને વ્યક્તિઓ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અને નાઈટ ડ્યુટી કરે છે. આ બંને શખ્શો દ્વારા લો ગાર્ડન વિસ્તારમાં આવેલી GLS કોલેજ પાસે બેઠેલા યુગલ પાસેથી તેમના આઈ.ડી કાર્ડ માંગેલા અને આઈ.ડી કાર્ડ કપલ પાસે નહિ હોવાથી હોમગાર્ડ જવાનોએ રૂપિયા 5000ની માંગણી કરી હોવાની વાત સામે આવે છે.'


હીરાના વેપારીને અર્ધનગ્ન હાલતમાં પકડી હનીટ્રેપમાં ફસાવી પોલીસ કોન્સ્ટેબલે કર્યો તોડ


એવા ઘણા કિસ્સા શહેરોમાં બનતા હોય છે. જેમાં પોલીસ અધિકારો દ્વારા પૈસાની માગણી કરતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા કટલાક સમયથી અમદાવાદમાં પોલીસ અધિકારીઓ કરતા હોમગાર્ડના જવાનો દ્વારા બેફામ લૂંટ ચાલવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. લગભગ એકાદ વર્ષ આગાઉ શહેરના વિશાલા નજીક આવેલી શાસ્ત્રીબ્રિજ ચોકી પાસે હોમગાર્ડના જવાનોએ ચોરીનો મુદ્દામાલ સગે-વગે કરી નાખ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. અને આજે ફરી એક વખત હોમગાર્ડના જવાન જ્વારા કપલો પાસેથી એટલે કે પ્રેમી યુગલો પાસેથી રૂપિયાનો તોડ કર્યો હોવાનું સામે આવતા પોલીસ વિભાગ પર કીચડ ઉછળ્યો છે.



એક તરફ પોલીસ વિભાગ પોતાની બગડેલી છબી સુધારાવા માટે મહેનત કરી રહી છે. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનેક સેમીનાર કરવામાં આવે છે. જેનથી પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ બનીને રહે તે માટે અનેક પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આવા હોમગાર્ડ હોય છે જે પોલીસ વિભાગની કરેલી તમમાં કામગીરી પર પાણી ફેરવી દેતા હોય છે.