રજની કોટેચા/ઉના: જૂનગઢના ગીરગઢડા વિસ્તારમાં વધુ એક સિંહનું મોત થતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે. પાંચ વર્ષીય સિંહની લાશ મચ્છુન્દ્રી નદીના કાંઠે મળી હતી. સિંહનું શંકાસ્પ્રદ હાલતમાં મોત થતા વનવિભાગના તમામ અધિકારીઓ ઘડના સ્થળે પહોંચ્યા હતા. ગત બે દિવસમાં બે સિંહોનું મોત થતા વનવિભાગમાં હડકંપ મચી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર ગઢડા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં 2 સિંહોના મોત થયા છે. વન વિભાગ દ્વારા સિંહોના મોત મામલે તેના મૃતદેહને પીએમ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળશે. વન વિભાગે સિંહના મોત અંગ કોઇ પણ ખુસાસો કરવામાં આવ્યો ન હતો. જેથી સિંહની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.


સુરત: ખડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યા મામલે પોલીસ કમીશનર એક્શનમાં



એક દિવસ અગાઉ પણ એક સિંહનું મોત થયું હતું. જૂનાગઢમાં એશિયાઇ સિંહની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. દિવસેને દિવસે થઇ રહેલા સિંહોના મોત પર વન વિભાગ પર અનેક સવાલો થઇ રહ્યા છે. ગીરગઢડાના દ્રોનેશ્વર પાસે વધુ મળેલા સિંહના મૃતદેહ અંગે શિકાર થયા હોવાની પણ શંકા થઇ રહી છે.