મહીસાગરઃ જિલ્લાના દેગમડાં ગામે આવેલ મહીસાગર નદીમાં આજે અધિક માસની પુરુષોત્તમ અગિયારસ હોવાથી આ અધિક માસની પુરુષોત્તમ અગિયારસ હોવાથી આજુબાજુના ગામોમાંથી અનેક લોકો પવિત્ર પુરુષોત્તમ  અગિયારસના ન્હાવા માટે આવ્યા હતા. જેમાં અરવલ્લી માલપુરના બાજુના ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ ન્હાવા માટે આવ્યા હતા. જેમાના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણ વાળા વિસ્તાર વચ્ચે જતા રહેતા આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા. જેની સ્થાનિક લોકોને જાણ  થતા લોકટોળા ઉમટ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ ડુબેલ યુવાનોની શોધખોળ શરુ કરી હતી. પરંતુ કલાકોની જહેમત પછી સાંજના પાંચ વાગ્યાના સુમારે અડધા કલાકના અંતરમાં ત્રણ યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળ થયા હતા અને અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ડુબ્યાની ઘટના બનતા સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે તેમજ  વડોદરાથી એનડીઆરએફની ટીમને પણ બોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસે મળેલ મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.