અંબાજી: વિકાસની હરણ ફાળ ભરી રહેલા ગુજરાત ના એવા કેટલાય વિસ્તાર છે કે જે હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે.આવોજ એક વિસ્તાર અંબાજી ના પ્રખ્યાત ગબ્બર પર્વત ની પાસે વસવાટ કરી રહ્યો છે.અહીં 50 થી વધુ પરિવારો વસવાટ કરે છે કે જેમને નથી મળતી પ્રાથમિક સુવિધાઓ આજે પણ તેમના ઘરોમાં નથી વીજળી,પાણી કે નથી મળી રહી રોડ રસ્તા ની સુવિધા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાધામ અંબાજી પાસે આવેલ ગબ્બર પર્વત વિશે સૌ લોકો પરિચિત છે આ ગબ્બર પર્વત ની પાસે 50 થી વધુ પરિવારો રહે છે.આ લોકો વર્ષોથી પેઢી દર પેઢી થી અહીં રહે છે આ લોકો ગબ્બર પર્વત પર લોકો ને ડોલી માં બેસાડી દર્શન કરવા લઇ જવાનું કામ કરતા હતા અને તેમાંથી તેમની આજીવિકા રળી પોતાનું ગુજરાન ચલાવતા હતા.પરંતુ ગબ્બર ઉપર જવા રોપ વે ચાલુ કરવામાં આવ્યો ત્યાર થી આ લોકો ની આજીવિકા છીનવાઈ ગઈ અને હાલ તેઓ ચૂંદડી ઓ વેચી કે ભંગાર વેચી પોતાનું પેટિયું રળે છે


વર્ષો થી ગબ્બર પાસે રહેતા આ ગરીબ પરિવારો ના ઘરોમાં નથી વીજળી નથી પાણી ની સુવિધા કે નથી રોડ રસ્તા આ લોકો ના ઘરોમાં મહિલાઓ આજે પણ ચૂલા ફૂંકી લાકડા બાળી રસોઇ બનાવે છે આ લોકો પાસે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે પરંતુ બી પી એલ કાર્ડ નથી કે જેનાથી ગરીબ લોકો ને મળતા લાભો આ ગરીબો ને પણ મળે આ લોકો જીરો થી 16 નંબર ની કેટેગરી માં આવે છે પરંતુ સત્તાધીશો ની મનમાની અને રેઢિયાળ રીતી થી આ લોકો આજે સુવિધાઓ થી વંચિત રહી ગયા છે.


વઘુ વાંચો.. ઓટીપી તથા પીન નંબર વિના જ બેંકમાંથી લાખો રૂપિયા ગાયબ કરતા બંટી-બબલી, જાણો શું છે ટેકનિક


[[{"fid":"192880","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ambaji-123","field_file_image_title_text[und][0][value]":"Ambaji-123"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ambaji-123","field_file_image_title_text[und][0][value]":"Ambaji-123"}},"link_text":false,"attributes":{"alt":"Ambaji-123","title":"Ambaji-123","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ લોકો ની આવી પરિસ્થિતિ જોઈ સરકાર ને તો કોઈ દરકાર થઈ નહીં પરંતુ એક સેવાભાવી સંસ્થા ના નજર માં આવતા આ સંસ્થાએ આ ઘરોમાં સોલાર લાઈટ લગાવી આવા ઘરોમાં અજવાળા પથરવાનો સરાહનીય પ્રયત્ન કર્યો છે અને જેના કારણે દરેક ઘરોમાં અને જાહેર રસ્તા ઉપર એલ ઇ ડી લાઈટ લગાવી અજવાળા કર્યા છે જેથી હવે આ લોકો ના છોકરા રાત્રે અભ્યાસ પણ કરી શકશે અને લોકો ને અંધારમાંથી મુક્તિ મળશે


એકબાજુ પ્રધાનમંત્રી મોદી મહિલાઓ ને ચૂલા ફૂંકવામાંથી મુક્તિ મળે તે હેતુથી ઘરે ઘરે મફત ગેસ સ્ટવ મળી રહે તેવી યોજના બનાવે છે તો ઘરે ઘરે શૌચાલયો બનાવવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે તો બીજી તરફ આવા ગરીબ પરિવારો ની પરિસ્થિતિ વર્ષો થી આવી ને આવી છે કે જેમાં થોડો પણ સુધારો જોવા મળતો ગરીબ લોકો ગરીબ બનતા જાય છે અને તવંગર તવંગર બનતા જાય છે