માત્ર 5 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ! જાણો જામનગરમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર
જામનગર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં કરવામાં આવેલ કામગીરી અને માત્ર 5 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે જેને લઈને માહિતી આપી હતી.
Jamnagar Heavy Rains: જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ ચિતાર આપ્યો હતો. કલેક્ટરે જામનગર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં કરવામાં આવેલ કામગીરી અને માત્ર 5 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે જેને લઈને માહિતી આપી હતી.
હાલ વરસાદ બંદ થયો છે અને વરસાદી પાણી ઓસરાયા છે ત્યારે જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી તાકીદે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે તેમ પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. કલેક્ટરે આવી પડેલ કુદરતી આફતના સમયે વહીવટી તંત્ર સાથે ખભે ખભો મીલાવી સહયોગ આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયં સેવકો, વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાની કામગીરીને બિરદાવી હતી.
- જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે ચિતાર આપતા કલેક્ટર
- છેલ્લા પાંચ દિવસમાં પડેલ અનરાધાર વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી: કલેક્ટર
- જિલ્લા વહીવટી તંત્રએ પણ રાત-દિવસ એક કરી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેની કાળજી લીધી: કલેક્ટર
- માત્ર 5 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી: કલેક્ટર
- જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી તાકીદે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે : કલેક્ટર
નોંધનીય છે કે, જામનગરના નવા નાગના વિસ્તારમાં એક મહિલાને મોડી રાતે લેબરપેન થતા ફાયર અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું. જામનગર શહેરમાં અતિવૃષ્ટિના પગલે અનેક રસ્તાઓ બંધ છે અને હજુ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાના કારણે લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગરના નવા નાગના વિસ્તારમાં મોડી રાત્રે શારદાબેન કટેશીયા નામના 26 વર્ષીય એક મહિલાને લેબર પેન થયું હતું અને સારવારમાં ખસેડવામાં તકલીફ પડતા તેમજ જે જગ્યા પીડિત મહિલા હતા ત્યાં 108 પણ ન પહોંચી શકતા જામનગર મનપા ફાયર અને પોલીસની ટીમ દ્વારા સંયુક્તપણે મહિલાનું રેસ્ક્યુ હાથ ધરી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.