સંદીપ વસાવા/ઓલપાડ: ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વરસેલા સતત વરસાદને કારણે ખેડૂતો ની હાલત કફોડી બની છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત તો અત્યંત ખરાબ થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો ડાંગરની ખેતીમાં નંબર વન પર હોઈ છે. ભૂંડના ત્રાસના કારણે ઓલપાડ તાલુકાના લોકો શેરડી છોડી ડાંગરની ખેતી તરફ વળ્યા છે પરંતુ સતત વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન : FCI થશે મજબૂત, કેબિનેટના મોટા નિર્ણયો


મોઢા સુધી આવેલો કોળિયો ખેડૂતોનો છીનવાઈ ગયો છે. ભારે વરસાદ અને વારંવાર કીમ નદીમાં આવેલા પૂરના કારણે ડાંગરના પાકમાં ભારે નુકશાન થયું છે અને જેને કારણે ચાલુ વર્ષે ડાંગરની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.


ટ્રમ્પની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ


ડાંગર પકવતા ખેડૂતો ને ડાંગર પકવામાં વીંઘા દીઠ લગભગ 15 થી 16 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે , ગત વર્ષે વીંઘા દીઠ ખેડૂતોને લગભગ 80 થી 90 મણ ડાંગર ની રાસ આવી હતી પરંતુ ચાલુ વર્ષે સતત વરસાદ અને પાછોતરા વરસાદ ને કારણે ડાંગર ના પાક માં ભારે નુકશાન થયું અને ચાલુ વર્ષે વીંઘા દીઠ માંડ 30 થી 35 મણ ડાંગર નો પાક બહાર આવી રહ્યો છે. ખેડૂતોનું માનીએ તો 40 મણ ડાંગર પાકે ત્યાં સુધી તો તેમણે કરેલો ખર્ચ માંડ માંડ નીકળે છે. ત્યારે ચાલુ વર્ષે લગભગ 50 ટકા ડાંગરના પાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 


નોકરી-ધંધા છોડી સેવામાં જોડાશે લાખો હરિભક્તો! વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ


ડાંગર ના પાક માં ઘટાડાને લઈ ચાલુ વર્ષે મંડળીઓ માં પણ ડાંગર ની ખુબજ ઓછી આવક નોંધાઇ રહી છે ,દક્ષિણ ગુજરાતની સૌથી મોટી પુરુષોત્તમ ફાર્મર્સ અને જીનિંગ સહકારી મંડળી માં ગત વર્ષે લાભ પાંચમ સુધી 2.55 લાખ ગુણી ની આવક થઈ ચૂકી હતી જ્યારે ચાલુ વર્ષે લાભ પાંચમ એટલે કે આજના દિવસ સુધી માંડ 1.19 લાખ ગુણી ડાંગર ની આવક થઈ છે જે ખુબજ ચિંતાજનક બાબત છે.


કોણ છે ગુજરાતી અભિનેત્રી જેની સાથે મલ્હાર કરી રહ્યો છે લગ્ન, નવેમ્બરના અંતમાં મેરેજ


એકતરફ કુદરત નો પ્રકોપ બીજી તરફ સહાય ચુકવણી માં લોઢા ના ચણા ચાવવા જેવા ગુંચવણ ભર્યા નીતિ નિયમ ના ખેડૂતો ઓર મુશ્કેલી માં મુકાય રહ્યા છે. ખેડૂતો ખેતીપાક છોડી અન્યત્ર વ્યવહાર તરફ વરી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂતો માત્ર ઘટતું કરી ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ને પ્રાથમિકતા આપે પોષણક્ષમ ભાવ આપે તેવી ખેડૂતો વ્યાપક માંગ કરી રહ્યા છે.