ભાવીન ત્રીવેદી, જૂનાગઢ: ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીની આવકમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 10 કિલો બોક્ષના 600 થી 900 રૂપીયાનો ભાવ જોવા મળ્યો. 1 જૂન સુધી કેરીની આવક જોવા મળશે ત્યાર બાદ આવક ઓછી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 15 હજાર બોક્ષની હરાજી થઇ હતી જેમાં 10 કિલો કેરીના બોક્ષનો ભાવ 600 થી 900 રૂપીયા જોવા મળ્યા હતા. ગત વર્ષે 30 હજાર બોક્ષની આવક હતી. ત્યારે આ વર્ષે 15 હજાર બોક્ષની આવક જોવા મળતા 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડાની અસર અને સાથે હવામાન અનુકળ નહીં આવતા આ વર્ષે કેસર કેરીની આવક સતત ઘટી રહી છે. તેની સામે યાર્ડના હોલસેલ વેપારીના મતે 1 જૂન સુધી કેસર કેરીની આવક જોવા મળશે ત્યારબાદ કેરીની આવક ઓછી થતી જશે અને ભાવ પણ ઘટશે.


કેરીની સીઝન શરૂ થઈ ત્યારે 1000 હજારથી 1200 રૂપીયા ભાવ જોવા મળ્યો હતો. હવે કેરીની આવકમાં થોડો વધારો થયો ત્યારે કેસર કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં છૂટક વેચાણ કરીને ખરીદી કરતા વેપારીના મતે કેસર કેરીની જેટલી આવક છે તેની સામે છૂટકમાં વેપાર નથી અને બજારમાં પુરતા ભાવ પણ નથી મળતા. પ્રતી વર્ષ જે કેરીની સીઝનમાં વેપારીને જે આવક થતી તે આ વર્ષે જોવા નથી મળતી. તેની સામે ખેડૂતને પણ નુકશાની જોવા મળી રહી છે


જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો કેસર કેરી લઈને આવે છે પણ પુરતા ભાવ નથી મળતા. ત્યારે ડુંગરપુર ખેડૂતે 70 વીઘાનો બગીચો 70 લાખ રૂપીયામાં રાખવામાં આવ્યો પણ હવામાનના લીધે કેસર કેરી જોઈયે તેટલા પ્રમાણ નથી. 50 ટકા જેટલી આવક ઓછી છે. આજે 700 રૂપીયાના ભાવે 10 કિલો બોક્ષ વેંચાઈ રહી છે. ત્યારે ખેડૂતો કેરીમાં નુકશાની ભીતી સેવી રહયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube