આણંદની નિવાન હોસ્પિટલની બેદરકારી, કોણીના ઓપરેશન દરમિયાન થયુ દર્દીનુ મોત
ઉમરેઠની નિવાન ઓર્થોપેડિક હોસ્પિટલ એક આધેડના મોતને કારણે ચર્ચામાં આવી છે. 50 વર્ષીય આધેડનું હાથની કોણીના સામાન્ય ઓપરેશન દરમિયાન મોત થયુ હતુ. જેથી પરિવારે હોબાળો મચાવ્યો હતો. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
બુરહાન પઠાણ/આણંદ :ઉમરેઠની નિવાન ઓર્થોપેડિક હોસ્પિટલ એક આધેડના મોતને કારણે ચર્ચામાં આવી છે. 50 વર્ષીય આધેડનું હાથની કોણીના સામાન્ય ઓપરેશન દરમિયાન મોત થયુ હતુ. જેથી પરિવારે હોબાળો મચાવ્યો હતો. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
બન્યુ એમ હતું કે, 50 વર્ષના શખ્સનું ઉમરેઠની નિવાન હોસ્પિટલમાં ઓપરેશન કરવાનુ નક્કી થયુ હતું. હોસ્પિટલના સંચાલકોએ દર્દીને શનિવારે સાંજે 8 વાગ્યાનો સમય આપ્યો હતો. જેના બાદ ઓપરેશન શરૂ કરાયુ હતુ. ઓપરેશન સામાન્ય હતુ અને લાંબુ ચાલવાનુ ન હતું. પરંતુ રાત્રે 11 વાગ્યા સુધી પણ શખ્સનું ઓપરેશન પૂરુ ન થતા પરિવારજનોને શંકા ગઈ હતી. તેથી તેઓ ઓપરેશન થિયેટરમાં ધસી ગયા હતા. અંદર જઈને જોયુ તો આધેડ મૃત પામ્યા હતા. કોણીના સામાન્ય ઓપરેશનમાં શખ્સનું મોત થયું હતું.
ત્યારે ઉમરેઠની નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલ ની બેદરકારી બદલ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મૃતકના પરિવારજનો દ્વારા પેનલ પીએમ કરાવવા માંગ કરી. જેથી ઉમરેઠ પોલીસે વધુ તપાસ આરંભી મૃત્યુદેહને પેનલ પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ નગરમાં આ અગાઉ પણ નિવાન હોસ્પિટલ વિવાદોમાં આવી હતી.