મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાંથી ઝડપી પાડવામાં આવેલ 500 કરોડના ડ્રગ કેસમાં વધુ બે આરોપીની એટીએસે ધરપકડ કરી લીધી છે. બન્ને આરોપીઓ ભારતમાં આ ડ્રગ રિસિવ કરવાના હતા. ત્યાર બાદ કાર્ગો અને એરપોર્ટના મારફતે વિદેશ મોકલવાના હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બન્ને શખ્સોનુ નામ મોહમ્મદ અબ્દુલ સલામ કુન્નિ અને નિઅત ખાન અહમદઝાઈ અને મોહમ્મદ અબ્દુલ કેરળનો રહેવાસી છે. ત્યારે નિઅત મુળ અફગાનિસ્તાનનો રહેવાસી છે. હાલ તબીબી વિઝા પર ડિસેમ્બર 2018થી દિલ્હી ખાતે રહી રહ્યો હતો. ATS ગુજરાતે અબ્દુલની મુંબઈ અને નિઅતની દિલ્હીથી ધરપકડ કરી છે.


ગુજરાતમાં વધ્યો ગરમીનો પ્રકોપ, અમદાવાદ 43 ડિગ્રી સાથે હોટેસ્ટસીટી


આ બન્ને આરોપીઓ ભારતમાં ડ્રગ રિસિવ કરી આગળની કામગિરી કરવાના હતા. ATS એ 26 માર્ચના રોજ 100 કિલો હેરોઈન સાથે 9 ઈરાનીની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં આ બન્ને આરોપીઓના નામ સામે આવ્યા હતા. પોલીસનુ કહેવુ છે કે, નિઅત અગાઉ પણ ત્રણ વાર ભારત આવી ચુક્યો છે. અને આ વખતે પણ તેને અફગાનિસ્તાનના ડ્રગ માફિયા હાજી નાદરે ભારત મોકલ્યા હતા. અને આ ડ્રગ માટે તેને 15,500 ડોલર પણ આપ્યા હતા.


પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે સૌથી પહેલા અફગાનિસ્તાનથી પોઝમ પોર્ટથી 9 ઈરાનીઓ બોટમાં નિકળ્યા હતા. અને મધ દરિયે આવ્યા બાદ એક દિવસ પહેલા આ લોકોએ માછીમારી કરી ત્યાર બાદ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી એક બોટ નિકળે છે. અને હમીદ મલીકે આ ઈરાનીઓને બોટમાંથી હેરોઈન લઈ ભારત તરફ જવા સુચના આપી હતી. પ્લાન મુજબ હાજી નાદરે નિઅત ખાન સાથે વાત કરી લીધી હતી. અને ઈરાનીઓ પોતાની બોટમાં લઈ ભારત તરફ આવી એક ઈન્ડિયન ફીશીંગ બોટમાં હેરોઈન આપવાના હતા.


અમરેલી: ગરમીથી ત્રાહિમામ થયેલા સિંહોના પાણીના કૃત્રિમ પોઇન્ટ પર ધામા


તપાસમાં જાણવા મળ્યુ કે, મહારાષ્ટ્રના બદરુદ્દીનઆ બોટની વ્યવસ્થા કરવાનો હતો. જોકે હાલ ATS  તેને પણ અટકાયત કરી લીધો છે. આ હેરોઈન નિઅત પાસે દિલ્હી જવાનો હતો અને ત્યાર બાદ નિઅત આ ડ્રગ મોહમ્મદ અબ્દુલ સલામનો આપવાનો હતો. મોહમ્મદ અબ્લુદ સલામ આ ડ્રગ કેરળ અને તમિલનાડુના એરપોર્ટ અને કાર્ગોના મારફતે વિદેશમાં મોકલવાના હતા. પોલીસનુ કહેવુ છે કે, આરોપીઓ ભારત અને ખાસ કરીને ગુજરાત દરિયાનો ઉપયોગ કરી ડ્રગ વિદેશ મોકલવાનુ કામ કરે છે. જોકે એવી પણ વાત સામે આવી રહી છે કે, અફગાનિસ્તાનમાંથી અફીણ પાકિસ્તાન મોકલવામાં આવે છે. અને ત્યા તેને પ્રોસેસ કરી હેરોઈન બનાવવામાં આવે છે.


 



ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ પહેલા આ લોકો કેટલી વખત ભારતના દરિયા માર્ગનો ઉપયોગ કરી ચુક્યા છે? અને આ હેરોઈનના કારોબારમાં અન્ય કોઈ ભારતીય સામેલ છે કે કેમ ?  હાલ તો  ATSએ કુલ 11 લોકોની ધરપકડ કરી લીધી છે. ત્યારે બદરુદ્દીન શેખની પુછપરછ કરી રહી છે. હવે આગામી  પુછપરછમાં અન્ય ખુલાસાઓ થાય તેમ છે.