ચેતન પટેલ/સુરત :સમગ્ર દેશમાં આજથી ગણેશ મહોત્સવની ધામધૂથી ઉજવણી થઈ રહી છે. વિવિધ પંડાળોમાં જુદી જુદી થીમ પર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમા એક હીરા દલાલ દ્વારા પોતાના ઘરમા 500 કરોડ રૂપિયાના ડાયમંડ ગણેશજીની સ્થાપના કરતા સૌ કોઈમાં કુતૂહલ સર્જાયું છે. 


દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસની સામે બનાવેલ ભવ્ય 132 કરોડના ગુજરાત ભવનનું આજે PM મોદી ઉદઘાટન કરશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશ મહોત્સવ આવતાની સાથે જ વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારના ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરતા હોય છે. જોકે સુરતમા એક અનોખા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેની કિમત અંદાજિત 500 કરોડ આંકવામાં આવી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમા રહેતા રાજુભાઇ પાંડવ હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ 2005માં તેઓ જ્યારે રફ ડાયમંડની ખરીદી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને આબેહુબ ગણેશ મૂર્તિની આકારનો એક હીરો મળી આવ્યો હતો. જે ડાયમંડની મૂર્તિની સૂંઢ પણ જમણી તરફની જોવા મળી હતી. જેથી રાજુભાઇએ પોતાના પરિવારજનોની સહમતીથી આ મૂર્તિ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ દિવસ સુધી રૂપિયા એકઠા કરી આખરે આ મૂર્તિ તેઓએ  
29 હજારમાં ખરીદી હતી. મૂર્તિ ખરીદ્યા બાદ તેઓએ આ મૂર્તિને પોતાના જ ઘરમાં ગણેશ મહોત્સવ ઉજવવાનું નિર્ણય કર્યો હતો. છેલ્લા 13 વર્ષથી તેઓ પોતાના જ ઘરમા ગણેશ સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી રહ્યાં છે.


Photos : ફિલ્મ ‘83’માં રણવીર આબેહૂબ કપિલ દેવનો ડુપ્લીકેટ લાગે છે, જોઈ લો એક ઝલક



ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના કોંગોન મ્યુઝીમાઇન ખાતેથી શહેરમાં દલાલી માટે આ ડાયમંડ વર્ષ 2005માં આવ્યો હતો. આ ડાયમંડ ઉપર કોઇ પણ પ્રકારનું મેનમેઇડ વર્ક કર્યા વગર જ ગોડમેઇડ ગણપતિ જેવી પ્રતિકૃતિ નિર્માણ થઇ છે. આ રફ ડાયમંડના ગણપતિની ઉંચાઇ 24.11 મીમી જ્યારે પહોળાઇ 16.49 મીમી છે. શ્રીજી આકારના 27.74 કેરેટના રફ ડાયમંડમાં જમણી સૂંઢ, બે પગ, હાથ તથા એક દાત જોઈ શકાય છે. જમણી સુંઢ હોવાના કારણે પણ તેનું ધાર્મિક મહત્વ અનેક રીતે વધી જાય છે, પૂજા માટે પણ અમુક કર્મકાંડ મુજબ વિધિ કરવી આવશ્યક રહે છે. જોકે પાંડવ પરિવાર છેલ્લા 12 વર્ષથી ગણેશની પૂજા કરે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :