ચેતન પટેલ/સુરત: સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને લોકોમાં સાયકલનો ઉપયોગ વધે તે માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. 500 જેટલા વિદ્યાર્થીઓએ સાયકલની માનવ પ્રતિકૃતિ તૈયાર કરી હતી અને લોકોને સાયકલનો ઉપયોગ વધારી સ્વસ્થ રહેવાનો મેસેજ આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશાટ્રેન અકસ્માત! પાટા પરથી ઉતરી ટ્રેન, 50થી વધુ મુસાફરોના મોત


ગુરૂકુળના 500 જેટલા વિદ્યાર્થીઓએ તા.3 જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્‍યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. 


મહા 'વિજય' માટે ભાજપની મેગા તૈયારી, પાટીલે ટોપ લેવલની કરી બેઠક, CM પણ મેદાનમાં!


શાળાના આચાર્ય અરવિંદ ઠેસિયા અને ધર્મેશ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.


જમીનમાંથી આવે છે ભેદી અવાજ! ગામ લોકોમાં ગભરાટ, નિષ્ણાતોની ટીમ તપાસમાં લાગી