5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ
સુરતના વરાછામાં રૂપિયા 5000માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો. જેને લઇ આજે ભોગ બનનાર 100થી 150 જેટલા લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો. વરાછા પોલીસે આ અંગે તમામ લોકોની અરજી લઇને એજન્ટને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
ચેતન પટેલ/સુરત: સુરતના વરાછામાં રૂપિયા 5000માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો. જેને લઇ આજે ભોગ બનનાર 100થી 150 જેટલા લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો. વરાછા પોલીસે આ અંગે તમામ લોકોની અરજી લઇને એજન્ટને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
મોટર વ્હીકલ એક્ટમાં નિયમોના ઉલ્લંઘન બદલ ભારેખમ દંડ લાગુ કરતાની સાથે જ આરટીઓ પર લોકોની લાંબી લાઈન લાગી રહી છે. લોકોની જરૂરિયાત અને મજબુરીનો ફાયદો ઉઠાવવા લેભાગુઓ પણ મેદાને પડયા છે. ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવ્યા વગર જ 5૦૦૦માં લાયસન્સ અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. જોકે બાદમાં એજન્ટ પૈસા ઉઘરાવી ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યો હતો.
સાપુતારા ફરવા આવેલી નાશિકની મહિલા સેલ્ફી લેતા સમયે ખીણમાં પડી, ઝાડીમાં અટકી જતા જીવ બચ્યો
સરકારી કાર્યવાહીની ગંધ આવતા એજન્ટે બંને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. જેથી વરાછા ખાતે આવેલ શ્રેયાંસ ડાયમંડ સેન્ટરનીઓફિસે લોકોએ ભેગા થઈ હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ હતી. હાલ તો વરાછા પોલીસે બનાવમાં પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુઓ LIVE TV :