બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનના કમિશનર ધવલ પટેલે આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. વર્ષ 2022-2023 માટે 512 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી હવે આ બજેટમાં સુધારા વધારા કરી મંજૂરી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટનું કદ વધ્યું
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2022-23 માટે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ વખતે તેના કદમાં વધારો થયો છે. પાછલા નાણાકીય વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 100 કરોડ રૂપિયા જેટલો વધારો થયો છે. પાછલા વર્ષે 360.94 કરોડનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું હતું. પરંતુ આ વર્ષે બજેટનું કદ 512 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube