તેજસ દવે/મહેસાણા: વિદેશ જવાની ઘેલછામાં છેતરવાના કિસ્સા હવે નવા રહ્યા નથી. રોજ બરોજ આવા કિસ્સા વધતા જાય છે. આમ છતાં હજુ પણ લોકો કબૂતરબાજોની ચુંગલમાં કોઈને કોઈ રીતે આવી જ જાય છે. મહેસાણામાં બોગસ ઓફિસ ખોલી ગાંધીનગરના ઉવારસદ ગામના વ્યક્તિને વિઝા અપાવવાના બહાને લાખોમાં ઠગી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સોખડા અને પાટણના એજન્ટ સામે મહેસાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી ઠગાઈ આચરનાર કબૂતરબાજ પોલીસ ગિરફતમાં આવ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશમાં સ્થાયી થઈ ઊંચી લાઈફ સ્ટાઇલ આજે દરેક યુવાનનું સ્વપ્ન બની ગયું છે. પણ કેટલીક વખત આ સ્વપ્ન પૂરું કરવા જતાં ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. આવું જ કંઈક ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ખાતે રહેતા 36 વર્ષીય પ્રણવ ઘનશ્યામભાઈ પટેલ સાથે થયું છે. પ્રણવ પટેલ અમેરિકામાં સ્થાયી થવાના સ્વપ્ન જોતા હતા અને આ માટે તેમણે વડોદરા જિલ્લાના સોખડા ખાતે રહેતા એજન્ટ વાળંદ ભાવેશભાઈનો સંપર્ક કર્યો.


ગુજરાતની બ્યૂરક્રસીમાં મોટા ફેરફારો: જાણી લો કયા ટોપના IASને કયું મળ્યું મહત્વનું પદ


ભાવેશભાઈ એ પ્રણવ પટેલને પોતાની મહેસાણા ખાતે ઓફિસ હોવાનું જણાવી મહેસાણા બોલાવ્યા અને વિઝા મળી જવાનો વિશ્વાસ આપ્યો. વિઝા મળી જવાના સ્વપ્ન જોતા પ્રણવ પટેલે મહેસાણા માલ ગોડાઉન ખાતે આવેલા સરદાર પટેલ વેપાર સંકુલમાં ચાલતી આર એમ એન્ટરપ્રાઇઝ પેઢી ખાતે લાખો રૂપિયાની ભાવેશ વાળંદને ચૂકવણી કરી. આ સમયે પેઢી ઉપર પ્રશાંત સોની રહે પાટણ અને અન્ય એક અજાણ્યા માણસે ટૂંક સમયમાં વિઝા મળી જવાનો ભરોસો આપ્યો. પણ 55 લાખ રૂપિયા આપ્યા પછી લાંબા સમય સુધી ન વિઝા મળ્યા કે ન પૈસા પરત કરવામાં આવ્યા. છેવટે ઠગાયેલા પ્રણવ પટેલે આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે. 


પાખંડીને સજા થતાં આ પરિવારે ઘરમાં ઉજવણી કરી મીઠાઈ વહેંચી: દીકરી સાથે થયો હતો આ કાંડ


આમ તો મહેસાણામાં વિઝા મેળવવા જતા છેતરાવાના અનેક કિસ્સા અત્યાર સુધી પ્રકાશમાં આવી ચુક્યા છે. જો કે આ ઘટનામાં ઠગાયેલ પ્રણવ પટેલ અને તેમને ઠગનાર કબૂતરબાજ બંને મહેસાણાના રહેવાસી નથી. આ ઘટનામાં માત્ર મહેસાણાની પેઢીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


અમદાવાદમાં મેચને પગલે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, અડધી રાત સુધી મળી રહેશે આ ટ્રેન


જો કે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે સોખડા ના ભાવેશ વાળંદ, પાટણના પ્રશાંત સોની અને એક અજાણ્યા શખ્સ સામે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે. જો કે હજુ સુધી ત્રણેય કબૂતરબાજ પોલીસ પકડથી દુર છે. તો બીજી તરફ બોગસ એજન્ટ ઉપર ભરોસો કરવાના કારણે ઉવારસદના પ્રણવ પટેલને 55 લાખ ખોવા પડ્યા છે.


એક સમયે ચા વેચતો આસુમલ કેવી રીતે બની ગયો "બાપુ આસારામ", જાણી લો પાખંડીનો ભૂતકાળ


થોડા સમય પૂર્વે મહેસાણા તાલુકાના લિંચ ગામના યુવાનને વિઝા લેવાના ચક્કરમાં લાખો ગુમાવવા પડ્યા હતા. હજુ આ કેસમાં આરોપી પકડાયા નથી ત્યાં હવે કબૂતરબાજીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ત્યારે હવે આ આરોપી ક્યારે પોલીસ ગિરફતમાં આવશે તે એક સવાલ છે.