અતુલ તિવારી/ અમદાવાદ:  ક્રિસમસના આગલા દિવસે શેફ આનલ કોટક અને તેમની ટિમ દ્વારા ભારતની સૌથી લાંબી ક્રિસમસ પ્લમ કેક બનાવવામાં આવી હતી. આ કેક અમદાવાદ વન મોલ ખાતે મુકવામાં આવી જેનું વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું પણ કરાયું હતું. ત્યારબાદ આ કેકને ભારતની સૌથી લાંબી ક્રિસમસ પ્લમ કેક તરીકેની જાહેર કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેક વિશે વાત કરીએ તો તેની લંબાઈ 56 ફૂટ અને પહોળાઈ 5 ફૂટ હોવાની સાથે તેનું વજન વજન 750 કિલો હોવાનો દાવો કેક બનાવનાર દ્વારા કરવામાં આવ્યો છે. આ કેકની વાત કરતા શેફ આનલ કોટકે જણાવ્યું હતું કે, કેક બનાવવા માટે તેમને અને તેમની ટીમને 1 મહિનાનો સમય લાગ્યો હતો. અને જો કલાકની વાત કરીએ તો લગભગ 110 કલાકની મહેનત બાદ તેઓને આ કેક બનાવવામાં સફળતા મળી છે. આ કેક બનાવ્યા બાદ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ અરજી કરાઈ છે..


બનાવવામાં આવેલી આ 750 કિલોની કેકમાંથી 200 કિલો કેક ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને આપવામાં આવશે, 200 કિલો કેક મ્યુનિ.ની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને આપવામાં આવશે, સાથે જ 150 કિલો કેક સિદ્ધાંત સર્કલ ઓફ ચાઈલ્ડ કેરને વેચાણ માટે આપવામાં આવશે જેનો ઉપયોગ તેઓ ભંડોળ ભેગો કરવા કરશે અને જે ભંડોળ આવશે તેનાથી 450 બાળકો માટે સ્વેટરની ખરીદી તેનું વિતરણ કરવામાં આવશે. 


સૌથી મોટી કેકની વિશેષતા
 


  • 56 ફૂટ લાંબી ભારતની સૌથી મોટી કેક

  • 5 ફૂટ પહોળી 

  • 750 કિલો વજન

  • કેકમાં 250 કિલો ડ્રાયફ્રુટ(બદામ, કાજુ, કાળીદ્રાક્ષ, ચેરી, અંજીર અને ખજુર)નો થયો છે ઉપયોગ

  • 120 લીટર ઓરેન્જ જ્યુસ, 120 લીટર એપલ જ્યુસનો ઉપયોગ કરાયો

  • 250 કિલો લોટ

  • 250 કિલો બટર

  • 60 કિલો આઇસિંગ સુગરનો પણ થયો ઉપયોગ