ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. સોમવારે રાજ્યમાં 419 કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ એક દિવસમાં અચાનક નવા કેસનો આંકડો 572 પર પહોંચી ગયો છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં નવા કેસ બાદ કુલ સંક્રમિતોનો આંકડો 12 લાખ 34 હજાર 689 પર પહોંચી ગયો છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી ગુજરાતમાં કુલ 10948 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કેસમાં ફરી થયો વધારો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 249 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 82, વડોદરા શહેરમાં 41, ભાવનગર શહેરમાં 22, રાજકોટ શહેરમાં 21, વલસાડમાં 18, નવસારીમાં 16, જામનગર શહેરમાં 13, કચ્છમાં 12, સુરત ગ્રામ્યમાં 12, ગાંધીનગર જિલ્લામાં 16, મોરબીમાં 9, અમદાવાદ ગ્રામ્ય 8, ભરૂચ 8, પાટણ 8, મહેસાણા 7, રાજકોટ ગ્રામ્ય 5, આણંદ 4, ખેડા 4, અમરેલી 3, પોરબંદર 3, બનાસકાંઠામાં 2, સોમનાથ, તાપી 2-2, જુનાગઢ, જામનગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરા ગ્રામ્યમાં 1-1 કેસ સામે આવ્યો છે. 


આ પણ વાંચોઃ રાજ્યના આ વિસ્તારમાં પાંચ દિવસ પડશે ભારેથી અતિ ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી


રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 3595 છે, જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 20 હજાર 146 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે 10948 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.82 ટકા છે. 


રાજ્યમાં થયેલા રસીકરણના આંકડા
ગુજરાતમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં કોરોના વેક્સીનના 69 હજાર 825 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 11 કરોડ 16 લાખ 44 હજાર 512 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube