કોંગ્રેસના વધુ 6 ઉમેદવાર જાહેર, સૌરાષ્ટ્ર કબજે કરવા હવે ધાનણી મેદાને
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતની બેઠક પરથી ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસ દ્વારા કુલ 6 બેઠકો પરના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા અમરેલી બેઠક પરથી પરેશ ધાનણીને ઉમેદવાર જાહેર કર્યા છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટીકીટ આપતા હવે રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે સૌરાષ્ટ્રની બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસે ધાનાણીને ટીકિટ આપી છે.
હિતેન વિઠલાણી/ દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતની બેઠક પરથી ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસ દ્વારા કુલ 6 બેઠકો પરના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા અમરેલી બેઠક પરથી પરેશ ધાનણીને ઉમેદવાર જાહેર કર્યા છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટીકીટ આપતા હવે રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે, કે સૌરાષ્ટ્રની બેઠકો કબજે કરવા માટે કોંગ્રેસે ધાનાણીને ટીકિટ આપી છે.
આ સાથે જ કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારોમાં સાબરકાંઠા બેઠક પરથી ઠાકોર ઉમેદવાર રાજેન્દ્ર ઠાકોરને ટીકિટ આપી છે. જ્યારે ભાવનગર બેઠક પરથી પાટીદાર ચેહરો મનહર પટેલને લોકસભાની ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ખેડા બેઠક પરથી બિમલ શાહને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે સુરત બેઠક પરથી અશોક અધેવાડને ટીકિટ આપવામાં આવી છે. જ્યાપે વિવાદિત બનાસકાંઠા બેઠક પરથી પરથી ભટોળને ટીકિટ આપાવમાં આવી છે.
[[{"fid":"208899","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat-congress-yadi.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat-congress-yadi.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat-congress-yadi.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat-congress-yadi.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gujarat-congress-yadi.jpg","title":"gujarat-congress-yadi.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
મહત્વનું છે, કે બનાસકાંઠા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર પરથી ભટોળ તેમના વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. અને સતત 25 વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન રહી ચૂક્યાં છે. પરથી ફેડરેશન અને nddbના ચેરમેન પણ રહી ચૂક્યા છે. પરથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્યોને પણ પરથીને સમર્થન મળી રહ્યું છે.
કોંગ્રેસના વધુ 6 ઉમેદવાર જાહેર, સૌરાષ્ટ્ર કબજે કરવા હવે ધાનણી મેદાને
કોંગ્રેસે અત્યાર સુધીમાં 24 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. હજુ પણ બે બેઠકો ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસે હજુ દાહોદ અને ભરૂચ સીટ પર નામ જાહેર નથી કરી શકી, પરંતુ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ટુંક સમયમાં આ નામની પણ જાહેરાત કરી દેવામાં આવશે.