રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રસંગમાં મદીરા સ્નાનનો મામલો સમગ્ર વીડિયામાં ચર્ચા આવ્યો હતો. વીડિયો વાયરલ (Video viral) થયાના ૨૪ કલાકમાં પશ્ચિમ કચ્છ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. પશ્ચિમ કચ્છ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે. દારૂ મહારાષ્ટ્ર પૂણેથી સબંધીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો તેવો પણ ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે. પકડાયેલા તમામ આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ પ્રકારના કૃત્યને જરાય ચલાવી લેવામાં નહિ આવે તેવું કચ્છ પોલીસે જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે, મંગલજી નામના શખ્સના પુત્રના લગ્ન હોવાના કારણે મુન્દ્રાના કાંડાગરા ગામે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂ રાખવા, મંડળી રચવા અને અન્યને પ્રેરણા આપવાનો ગુનો હાલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કચ્છના મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે 25 ફેબ્રુઆરીએ લગ્ન યોજાયા હતા. જેમાં દારૂની રેલમછેલ સાથે નશામાં ધૂત થઈ દારૂડીયાઓએ પાર્ટી મનાવી.


કોની કોની ધરપકડ કરાઈ 
આ કેસમાં કચ્છ પોલીસે મંગલજી ખાનજી જાડેજા, પ્રદિપસિંહ ભીખુભા જાડેજા, રામદેવસિંહ ઊર્ફે લાલુભા ખેંગારજી મેર, હરદીપસિંહ લધુભા ખોડ, વિજયસિંહ ભાણજીભા જાડેજા અને મયૂરસિંહ પતુભા જાડેજા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સરકાર તરફે પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કરી તમામને પકડી લીધા હતા. નશાબંધીની 8 કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે. 


ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે મંગલજીના ઘરની તપાસ કરી હતી. જોકે, ઘરમાંથી દારૂની કોઈ બાટલી મળી નહોતી. તમામ આરોપીઓ સામે પોલીસે પ્રોહિબિશન એક્ટની 8 કલમ અંતર્ગત ગુનો નોંધ્યો છે. આ કલમોમાં 65 (a) (a), 66 (1) (b), 75 (a), 75 (c), 81, 83, 86, 90નો સમાવેશ થાય છે. આરોપીઓએ પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે શરાબની બોટલો પોતાના હાથમાં લઈ નાચતા હોવાનો, પોતાના પર ઈંગ્લીશ દારૂ ઢોળતા હોવાનો અને જાહેરમાં દારૂની મહેફિલ માણીને વીડિયો બનાવી તેમ કરવાનું અન્યને ઉત્તેજન આપી એકબીજાની મદદગારી કરી લગ્નપ્રસંગે દારૂ રાખવા માટે કાવતરું કરી ગુનો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...