માના ધામમાં ભક્તોનું કીડિયારૂ ઉભરાયું! જાણો મહામેળામાં કેટલા ભક્તોએ કર્યા દર્શન?
મા અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળા અંતિમ દિવસે લાખો માઈભક્તોએ માના દર્શન કર્યા. છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ માના દરબારમાં હાજરી આપી અને નતમસ્તક થયા. કોઈ ધજા લઈને તો કોઈ દંડવત કરતુ માના ધામ પહોંચ્યું હતું.
Ambaji Temple: શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ સમા ભાદરવી પૂનમના મેળા સંપન્ન થયો. અંતિમ દિવસે એટલે કે પૂનમે મા અંબાના ધામમાં ભક્તોનું કીડિયારુ જોવા મળ્યું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા પણ મા અંબાના ધામમાં ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. ત્યારે જુઓ અંબાજી મેળાના અંતિમ દિવસનો આ ખાસ અહેવાલ.
- માના ધામમાં ભક્તોનું કીડિયારુ
- મંદિર માઈભક્તોથી ઉભરાયું
- અંતિમ દિવસે દર્શન માટે ભીડ
- ભક્તોએ કર્યો મા અંબાનો જયઘોષ
- છેલ્લા 6 દિવસમાં 27 ભક્તોએ કર્યા દર્શન
- સૌથી મોટા મહામેળાની થઈ પૂર્ણાહૂતિ
સ્થળ સ્થળ મહીં તુજ વાસ હો,પળ પળ સદા મા જાગતી, દિન રત તારા ભક્તની સંભાળ મા તુ રાખતી. શ્રી માત અંબે આદ્યશક્તિ પતિત પાવન ઈશ્વરી. મા અંબાના દરબારમાં ભક્તોનો ઉત્સાહ સમાતો નથી, મેળાનો અંતિમ દિવસ અને માની પૂનમ...પાવનકારી પૂનમના દિવસે માઈભક્તોનો એટલો ધસારો કે જાણે મંદિરમાં કીડિયારુ ઉભરાયું હોય. બોલ માડી અંબે, જય જય અંબેનો જયઘોષ અને મા અંબાના દર્શન માટે તાલાવેલી.
મા અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળા અંતિમ દિવસે લાખો માઈભક્તોએ માના દર્શન કર્યા. છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ માના દરબારમાં હાજરી આપી અને નતમસ્તક થયા. કોઈ ધજા લઈને તો કોઈ દંડવત કરતુ માના ધામ પહોંચ્યું હતું. મેળાને કારણે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો. પરંતુ હવે મેળો જ્યારે પૂર્ણ થયો છે ત્યારે 19 સપ્ટેમ્બરથી રોજના સમય પ્રમાણે રાબેતા મુજબ મંદિરમાં માતાજીના દર્શન કરી શકાશે. આ સાથે જ મેળાને કારણે અંબાજીમાં જે શૈક્ષણિક સંસ્થાઓમાં મિનિ વેકેશન આપવામાં આવ્યું હતું તે પણ પૂર્ણ થયું છે.
- માના દરબારમાં ઉમટ્યું માનવ મહેરામણ
- 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
- ભાદરવી પૂનમના મહામેળાની પૂર્ણાહૂતિ
- પૂનમે લાખો ભક્તોએ દરબારમાં લગાવી હાજરી
- હર્ષ સંઘવીએ શિખર પર ચડાવી ધજા
પૂનમ અને મેળાના અંતિમ દિવસે જિલ્લા પોલીસ દ્વારા માતાજીના મંદિર પર ધજા ચડાવવામાં આવી. દર વર્ષે પરંપરા રહી છે કે મેળામાં પોલીસ વિભાગ શિખર પર ધજા અર્પણ કરે છે. આ વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંઘવી પણ પોતાની ભક્તિ અને આસ્થા રોકી શક્યા ન હતા. તેઓ પણ બોલ માડી અંબે, જય જય અંબેના જયઘોષમાં જોડાઈ ગયા હતા.
એવું કહેવાય છે કે અંબાજી દર્શને આવતા ભક્તો મા અંબાને નવરાત્રીમાં પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપે છે. અંબાજી 51 શક્તિપીઠોમાં સૌથી વિશેષ મહત્વ ધરાવતું શક્તિપીઠ છે. તેથી જ દર ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા માટે ઉમટતાં હોય છે. આ વખતે પણ એક અંદાજ પ્રમાણે 40 લાખ જેટલા શ્રદ્ધાળુએ દર્શન કર્યા.