રાજેન્દ્ર ઠક્કર, ભુજ: ભુજ નખત્રાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 2 લોકો ઘાયલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ભુજના દેશલપર ફાટક નજીક ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ઘાયલ 5 લોકોમાંથી 3 લોકોના સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો. ઘાયલોને ભુજની જી કે હોસ્પિટલ ખસેડાયા હતાં. 


અત્રે જણાવવાનું કે આજના દિવસે ગુજરાતમાં જ પાટણ પાસે આડિસર ચેકપોસ્ટ નજીક પોલીસની વાને એક આઈસર ગાડીને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા.