અતુલ તિવારી/અમદાવાદ: 15મી ઓગસ્ટના રોજ આ વખતે દેશ 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરશે ત્યારે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના સંબંધોનો દિવસ એટલે કે, રક્ષાબંધનનો તહેવાર પણ 15મી ઓગસ્ટના દિવસે જ આવી રહ્યો છે. 73 માં સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવવા માટે અમદાવાદના મણીનગરમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ મંદિર ખાતે એક ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરંગા ભારતના નક્શાની થીમ ઉપર 6 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતી અનોખી રાખડી બનાવવામાં આવી છે. આ અનોખી રાખડીમાં ભારતને આઝાદી અપાવવા બલિદાન આપનાર ગાંધીજી, સરદાર પટેલ સહીત દેશના સર્વાંગી વિકાસમાં મહત્વમાં ફાળો આપનાર વ્યક્તિઓ સાથે જ સ્વામીનારાયણ સંપ્રદાયના પાયાના સંતોના ફોટો અંકિત કરવામાં આવ્યા છે.


સુરત : તાપીના પાણી શહેરમાં ન પ્રવેશે માટે ફ્લડ ગેટ બંધ કરાયા, તો બીજી સમસ્યા ઉભી થઈ


આ અનોખી રાખડીમાં નાની નાની રાખડીઓ પણ શણગારવામાં આવી છે તો સાથે જ કેટલાક સુવાક્યો તેમજ જમ્મુ કાશ્મીરમાંથી નાબુદ કરાયેલી કલમ 370નો પણ ઉલ્લેખ કરાયો છે. તો આતંકીઓથી ભગવાન સૌની રક્ષા કરતા રહે તેવી વિશેષ પ્રાર્થના કરતા સંદેશાઓ પણ અંકિત કરાયા છે.


જુઓ LIVE TV :