6 અમદાવાદીઓએ ફેશન શોની વિવિધ કેટગરીમાં વિશ્વકક્ષાએ ગુજરાતનું નામ કર્યું રોશન
દિલ્હીના ગુડગાંવ ખાતે તાજેતરમાં મિસ નાઝ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો કવીન યુનિવર્સ 2019 ફેશન શૉ અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શૉ 25-26 દેશોમાંથી લગભગ 5000 જેટલા શહેરના પાર્ટીસિપેન્ડે ભાગ લીધો હતો.
અમદાવાદ: દિલ્હીના ગુડગાંવ ખાતે તાજેતરમાં મિસ નાઝ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો કવીન યુનિવર્સ 2019 ફેશન શૉ અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શૉ 25-26 દેશોમાંથી લગભગ 5000 જેટલા શહેરના પાર્ટીસિપેન્ડે ભાગ લીધો હતો. જેમાં શહેરના ગુરુમર અને ફેશન કોરિયોગ્રાફર પ્રફુલ રાવત અને ક્યારા સક્સેના (મોડલ અને કોરિયોગ્રાફર પાસે ટ્રેઈન થયેલા અમદાવાદના 6 સ્ટુડન્ટ કેટેગરીમાં વિશ્વકક્ષાએ વિજય બન્યા હતા. જે માટે ગર્વ લેવા જેવી બાબત છે. જેમાં
1. દૈવિક જૈન (MIHN પ્રિન્સ યુનિવર્સ 2019)
2. ખનન શેઠ (MIHN પ્રિન્સર્સ યુનિવર્સ 2019)
3. વૃન્દા ઝાલા (કવીન યુનિવર્સ એમ્બેસેડર 2019)
4. કૃપાલી પટેલ (ટીન - કવીન યુનિવર્સ 2019)
5. યોગીની જુનાગડે (MIHM કવીન યુનિવર્સ 2019 એમ્બેસેડર)
6. મિહિર ભાવસાર (ટીન – પ્રિન્સ યુનિવર્સ 2019)
7. સી એલીના સંગટમ -કવીન યુનિવર્સ 2019 ઇન્ટરનેશનલ
ફેશન શૉમાં દરેક દેશના પાર્ટીસિપેન્ડે પોતાના દેશ કે રાજ્યની સંસ્કૃતિ પર કોસ્ચ્યૂમ ડિઝાઇન કરીને રેમ્પ વોક કરવાનો ટાસ્ક અપાયો હતો જેમાં ફેશન સાથે દેશની સંસ્કૃતિની પણ ઝાંખી થવી જોઈએ. પ્રફુલ રાવતની ટીમ દ્વારા ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કોરિયોગ્રાફી અને કોસ્ચ્યૂમ દ્વારા કરાવીને જ્જને પ્રભાવિત કર્યા હતાં