હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત સરકારની માગણી હતી કે રાજ્યમાં બીજા 6 પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવામાં આવે. આજે તે માગણી સ્વીકારાઈ અને રાજ્યમાં બીજા 6 પાસપોર્ટ કેન્દ્રો ખોલવાની મંજૂરી અપાઈ છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી એમ જે અકબરની હાજરીમાં આજે ગાંધીનગર ખાતે બેઠક મળી.વિદેશમાં વસતા ભારતીયોને મેરેજ ના પ્રશ્ન હોય, નોકરીના પ્રશ્ન હોય..તેના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યમાં પાસપોર્ટ કેન્દ્રો માટે પણ ચર્ચા થઈ. મોદી પીએમ બન્યા બાદ બીજા 14 પાસપોર્ટ કેન્દ્રો શરૂ થયા હતા.આજની બેઠકમાં બીજા 6 કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં જે 6 જગ્યાએ નવા પાસપોર્ટ કેન્દ્રો ખોલવામાં આવશે તેમાં અમરેલી, ગાંધીનગર, પાટણ, બારડોલી, સુરેન્દ્રનગર, સાબરકાંઠાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે જાહેરાત કરતા કહ્યું કે આજે અમે નવા પાસપોર્ટ કેન્દ્રોની જાહેરાત કરીએ છીએ.  પહેલા ગુજરાતમાં માત્ર 5 જ કેન્દ્રો હતાં. ત્યારબાદ મોદી વડાપ્રધાન બન્યાં પછી 14 કેન્દ્રોને મંજૂરી અપાઈ. તેમણે કહ્યું કે મોદી સાહેબનું સપનું હતું કે દેશમાં બધા જોડે પાસપોર્ટ હોવો જોઈએ. આમ હવે રાજ્યમાં કુલ 25 પાસપોર્ટ કેન્દ્ર થશે. 


અત્રે જણાવવાનું કે ગુજરાત સરકારે રાજ્યમાં વધુ 6 નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવાની માગણી કરી હતી. જે પૂરી કરાઈ. હવે રાજ્યમાં વધુ 6 કેન્દ્રો  ખોલવામાં આવશે.