Patan જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશ અને જિલ્લા પ્રમુખથી નારાજ 6 જેટલા પ્રમુખોએ આપ્યું રાજીનામા
રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા 2022 (Gujarat Assembly election 2020) ની તૈયારીઓ શરૂ કરતા આગેવાન કાર્યકરોની નારાજગી સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસ (Congress) ની જૂની પ્રણાલીનો ચીલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે.
પ્રેમલ ત્રિવેદી, પાટણ: વિધાનસભા 2022 ની ચૂંટણી (Gujarat Assembly election 2020) ની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે. તેવામાં જ કોંગ્રેસ (Congress) ની જૂની પ્રણાલી મુજબ ભંગાણ પડવાની શરૂઆત થવા પામી છે. જેમાં પાટણ (Patan) જિલ્લા કોંગ્રેસ (Congress) માંથી વિવિધ વિભાગના 6 જેટલા પ્રમુખોએ પાટણ (Patan) જિલ્લાના પ્રમુખની કનડગત અને અવગણનાથી પરેશાન થઈ પ્રદેશ કક્ષાએ રાજીનામા આપી દેવામાં આવતા ભારે ભૂકંપ સર્જાવા પામ્યો છે.
રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા 2022 (Gujarat Assembly election 2020) ની તૈયારીઓ શરૂ કરતા આગેવાન કાર્યકરોની નારાજગી સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસ (Congress) ની જૂની પ્રણાલીનો ચીલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. જેમાં પાટણ (Patan) જિલ્લા કોંગ્રેસ (Congress) ના અલગ અલગ 6 ફંટલના પ્રમુખોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામા આપી દેતા ભારે હડકમ મચી જવા પામી છે.
Jyotiraditya Scindia એ ભાવનગરને આપી ભેટ, દિલ્હી અને મુંબઇ માટે દરરોજ ભરશે ઉડાન
જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ (Congress) પ્રમુખ શંકરજી ઠાકોરની સત્તા લાલશા, જોહુકુમી અને સતત અવગણના ના કારણે રાજીનામા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ફંટલમાં પાટણ (Patan) જિલ્લા ઓ.બી.સી પ્રમુખ, પાટણ જિલ્લા સેવા દળ પ્રમુખ, પાટણ જિલ્લા સેવાદળ યંગ બ્રિગેડ પ્રમુખ, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ, પાટણ (Patan) જિલ્લા મહિલા સેવાદળ પ્રમુખ, લીગલ સેલ પ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે કોંગ્રેસ (Congress) જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારી કોઈ અવગણના કરવામાં આવી નથી. પક્ષનો કોઈપણ કાર્યક્રમ હોય તો પક્ષના તમામ કાર્યકરો, ફંટલોને ફોન અને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે. જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે અને મારા સમક્ષ કોઈ રજુઆત પણ કરવામાં આવી નથી, પણ જે હોય તે પક્ષએ પરિવાર છે. જે તપાસ કરી યોગ્ય નિર્ણય કરશું તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસ (Congress) પક્ષમાં દર ચૂંટણી સમયે કાર્યકરો અને આગેવાનો માં નારાજગી ઉભી થાય છે અને ત્યાર બાદ રાજીનામા નો દોર જોવા મળે છે. ત્યારે આગામી ચૂંટણી 2022 માં યોજાનાર છે તે પૂર્વે કોગ્રેસ માં અગાઉ ની પ્રથા મુજબ રાજીનામા પડવાની શરૂઆત થઈ જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube