લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ `ભાજપ` ના 6 સભ્યો આપશે રાજીનામું !!
લોકસભા ચૂંટણી ભલે પૂર્ણ થઈ પણ ગુજરાતના રાજકારણમાં ગરમો આવશે. આગામી બે સપ્તાહની અંદર ગુજરાતમાંથી કુલ 6 રાજીનામા પડશે. એક તો એ કે, લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 6 સાંસદો તેમના જૂના સભ્ય પદેથી રાજીનામું આપશે. જેમાં ચાર ધારાસભ્યો અને રાજ્ય સભાના બે સાંસદ રાજીનામાં આપશે. રાજ્ય સભાના બે સાંસદોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ રાજીનામું આપશે.
હિતલ પારેખ/ગાંધીનગર :લોકસભા ચૂંટણી ભલે પૂર્ણ થઈ પણ ગુજરાતના રાજકારણમાં ગરમો આવશે. આગામી બે સપ્તાહની અંદર ગુજરાતમાંથી કુલ 6 રાજીનામા પડશે. એક તો એ કે, લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 6 સાંસદો તેમના જૂના સભ્ય પદેથી રાજીનામું આપશે. જેમાં ચાર ધારાસભ્યો અને રાજ્ય સભાના બે સાંસદ રાજીનામાં આપશે. રાજ્ય સભાના બે સાંસદોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ રાજીનામું આપશે.
શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે
4 ધારાસભ્યો હવે બન્યા સંસદ સભ્ય
ચૂંટણીમાં જંગી લીડ સાથે જીતનાર ભાજપના ચાર સભ્યો હસમુખ પટેલ, ભરતજી ઠાકોર, રતનસિંહ રાઠોડ અને પરબત પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામા આપશે. આ તમામ ઉમેદવારોને અઠવાડિયાની અંદર રાજીનામુ આપવાનું રહેશે. આ ઉમેદવારોએ જીત મેળવતા વિધાનસભાની થરાદ, અમરાઈવાડી ,ખેરાલુ અને લુણાવાડા સહિત ચાર બેઠકો ખાલી બેઠકો ખાલી પડશે. તેથી ચારેય ધારાસભ્યો સંસદ સભ્ય તરીકે ચૂંટાતા હવે તેઓને રાજીનામુ આપવુ પડશે.
મોદીવેવમાં ધોવાઈ ગયા કોંગ્રસના 26 ઉમેદવારો, 8 MLAએ પણ કોંગ્રેસની આશા પર પાણી ફેરવ્યું
અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આપશે રાજીનામા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જંગી લીડ સાથે ગાંધીનગર બેઠક જીતી છે, તો બીજી તરફ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાઁધીને હરાવીને અમેઠી બેઠક પર જીત હાંસિલ કરી છે. આ બંને નેતાઓ હાલ ગુજરાતમાં રાજ્યસભાના સાસંદ છે. ત્યારે તેઓ લોકસભામાં જીતી જવાથી તેમને રાજ્યસભાના સભ્ય પદ પરથી રાજીનામુ આપવું પડશે.
આ મહિલા ઉમેદવારે લીડ મેળવવામાં પીએમ મોદીનો પણ રેકોર્ડ તોડ્યો
ગણિત પર નજર માંડીએ તો, પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 થઈ ગયું છે, તો સામે કોંગ્રેસ 72 ધારાસભ્યો ધરાવે છે. તેમજ ભાજપના ચાર ધારાસભ્યો હવે લોકસભાની ચૂંટણી જીતી જતા તેઓને ધારાસભ્ય પદેથી રાજીનામા આપવા પડશે. જેથી ભાજપ ફરીથી 99 પર આવી જશે.
ગુજરાતમાં ફરી સર્જાશે ચુટણીનો માહોલ
લોકસભાના પરિણામ બાદ ફરીથી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના 4 ધારાસભ્યનો ટિકીટ ફાળવી હતી. આ ચારેય ધારાસભ્યો લોકસભામાં જીત્યા છે. ત્યારે ભાજપના આ ચાર ધારાસભ્યો લોકસભા જીતતા હવે 6 મહિનામાં ખાલી પડેલી આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. અમરાઇવાડી, થરાદ, લુણાવાડા અને ખેરાલુ વિધાનસભા બેઠકો હવે ખાલી પડશે. આ ધારાસભ્યો હવે સાંસદ બનતા તેઓને કોઇ પણ એક પદ પરથી રાજીનામુ આપવું પડશે. ત્યારે ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.
એચ.એસ. પટેલ અમરાઈવાડીથી ભાજપના ધારાસભ્ય હતા, જેઓ આજે અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પરથી જીત્યા છે.
પરબત પટેલ બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય હતા, જેઓ આજે બનાસકાંઠાની લોકસભા બેઠક પરથી જીત્યા છે.
ભાજપે લુણાવાડાના સીટિંગ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકીટ આપ્યા હતા, જેઓ આજે પંચમહાલ લોકસભા બેઠક પરથી જીત્યા છે.
ભાજપે પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીને લોકસભાની ટિકીટ આપી હતી, જેને કારણે તેમની ખેરાલુ વિધાનસભા બેઠક હવે ખાલી પડશે.
ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV