રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: જિલ્લામાં બે દિવસ પહેલા યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ફાયરીંગનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં બુલેટ પર બેઠેલો એક વ્યક્તિ ધડાધડ હવામાં 6 રાઉન્ડ ફાયર કરે છે. અન્ય એક વીડિયોમાં એક યુવક એક રાઉન્ડ ફાયરીંગ કરતા જોવા મળે છે. લગ્નપ્રસંગમાં ફાયરીંગના વીડિયો વાયરલ થયા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે કચ્છના ભચાઉ તાલુકાના સીતારામ પુરનો હોવાનું હાલ તો ચર્ચાઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં લગ્નપ્રસંગ સમયે કેટલાક લોકો બુલેટ પર આવે છે. થોડીવાર ગોળ કુંડાળામાં બુલેટ ફેરવે છે. ત્યાર બાદ એક વ્યક્તિ કુંડાળાની વચ્ચે બુલેટ પર આવે છે અને હાથમાં રહેલી પિસ્તોલથી ધડાધડ 6 રાઉન્ડ ફાયર કરે છે. હવાઇ ફાયરિંગનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


સોશિયલ મીડિયામાં લગ્ન પ્રસંગનાં અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જો કે તેમાં સામાન્ય રીતે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું સામે આવે છે. માસ્ક વગર લોકો ફરતા હોય અથવા નિશ્ચિત સમય સંખ્યા કરતા વધારે લોકો હોવાનાં કિસ્સા સામે આવે છે. જો કે આ લગ્નમાં ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. જો કે ZEE 24 KALAK દ્વારા કલેક્ટર અને એસપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. ઘટના વિશે સાંભળીને જ ફોન કટ કરી નાખ્યો હતો. જેથી કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જાળવી તો નથી જ શક્યા પરંતુ તેઓ જવાબ આપવું કે જવાબદારી સ્વિકારવું પણ યોગ્ય નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube